________________
અર્થ : પ્રીતિ કરવાનો બીજો ઉપાય પત્રવ્યવહાર છે પણ સિદ્ધ-ગતિમાં પત્ર પણ પહોંચતો નથી. તેમ જ કોઇ પ્રધાનપુરુષ-પ્રતિનિધિને મોકલીને પણ પ્રીતિ કરી શકાય છે પરંતુ તે પણ ત્યાં પહોંચી શકતો નથી. તેમજ જે કોઇ અહીંથી સિદ્ધ-ગતિમાં જાય છે તે પણ આપના જેવા જ વીતરાગ અયોગી અને અસંગ હોવાથી તેઓ અમારો સંદેશો કોઇને કહેતા નથી.
તો અમારે પ્રભુ સાથે પ્રેમ કેમ કરવો?
સ્વો. બાલાવબોધ : તથા એક બીજો પણ પ્રીતિ કરવાનો ઉપાય છે જે કાગળ વડે પ્રીતિ થાય છે પણ સિદ્ધને વિષે કાગળ પણ પહોંચે નહીં. તથા કાગળ નહીં પહોંચે તો કોઇ માણસ મૂકીયે પણ તિહાં સિદ્ધાવસ્થાને વિષે કોઇ પ્રધાન પણ પહોંચે નહીં કે જેની સાથે વિનતિ કહાવિર્યો.
ઇહાં કોઈ જીવને સંશય ઉપજે કે, રત્નત્રયી આરાધીને અનેક જીવ મોક્ષે જાય છે ! તો કોઇ ન પહોંચે એમ કેમ કહો છો ?
તે ઉપર કહે છે જેને તિહાં સિદ્ધાવસ્થાને વિષે જે પહોંચે તે તુમ સમો-તુમ જેવો પ્રભુતામય, વીતરાગ, અયોગી, અસંગી, સકલજ્ઞાયક પણ વચનરહિત અર્થાત્ તે પણ પરમ પૂજ્ય ! તે કોઇનું વ્યવધાન કહેતાં આંતરો-ભેદ કહે નહીં. માટે પ્રીતિના ત્રણ ઉપાય માંહેલો કોઇ ઉપાય દીસતો નથી તે માટે શ્રી યુગાદિદેવ સાર્થે પ્રીતિ કેમ કરિયે ?
|| રૂત્તિ દ્વિતીયથાર્થ: || ૨ ||
प्रीति करे ते रागीया, जिनवरजी हो तुमें तोवीतरागा प्रीतडी जेह अरागीथी, भेरुववी होते लोकोत्तर मार्ग
अर्थ : प्रीति करनेवाले हम संसारी जीव तो रागी है और आप रागरहित वीतराग हैं तो परस्पर प्रीति कैसे हो सकती है ?
इस प्रकार प्रभु के साथ प्रीति करने की इच्छावाले साधक को सान्त्वना देते हुए चतुर शास्त्रकार कहते हैं कि वीतराग प्रभु के साथ प्रीति करना ही प्रीति का लोकोत्तर(अलौकिक) मार्ग है । लोकोत्तर पुरुष के साथ की गई प्रीति भी लोकोत्तर बन जाती है । सर्व उत्तम पुरुषों का यही मार्ग है ।
અર્થ : વળી, પ્રીતિ કરનાર અને સંસારી જીવો તો રાગી છીએ અને આપ રાગ વિનાના વીતરાગ છો. તો પરસ્પર પ્રીતિ કેમ થઇ શકે ? આ પ્રમાણે પ્રભુ સાથે પ્રીતિ કરવા ઇચ્છતા સાધકને ચતુર શાસ્ત્રકારો સાત્ત્વના આપતાં કહે છે કે, વીતરાગ પ્રભુ સાથે પ્રીતિ કરવી-એ જ પ્રીતિનો લોકોત્તર(અલૌકિક) માર્ગ છે. લોકોત્તર પુરુષ સાથે કરેલી પ્રીતિ પણ લોકોત્તર બની જાય છે અને સર્વ ઉત્તમ પુરુષનો આ જ માર્ગ
| વો. બાલાવબોધ : હવે વલી કહે છે કે, સંસારી જીવ મુઝ સરીખા તથા સમ્યગુ-દૃષ્ટિ પ્રમુખ જે શ્રી સર્વજ્ઞ àલોકી-તિલકથી પ્રીતિ કરવા ચાહે તે તો રાગી-રાગ સહિત છે અને તે જિનવરજી ! તુમેં તો વીતરાગ છો-રાગ રહિત છો. રાગીને અનેક રીતેં રીઝવીયૅ પણ જે પોતે રાગી નહીં તે કેમ રીઝ પામે ?
ઇહાં કોઇ જીવ કહેશે જે, તેવારે વીતરાગથી પ્રીતિ ન કરવી.
તિહાં કહે છે જે, અરાગી-રાગરહિત તેહથી જે પ્રીતિ ભેલવવી તે તો લોકોત્તર-માર્ગ છે. એટલે એમ જાણવું જે, રાગથી રાગી થાય તે મલે પણ કોઇ રાગાંશ જે મધ્યું નથી તેહથી પ્રીતિ કરવી તે લોકોત્તરમાર્ગ જાણવો. એટલે અરાગીથી રાગ કરવો તે અતિ આશ્ચર્ય જાણવું.
|| રૂતિ તૃતીયથાર્થ: || 3 ||
Jain Education International
For Personal Private Use Only (
૪૭
www.jainelibrary.org