________________
www
अर्थ : संसार के दुःख से उद्विग्न बना हुआ मुमुक्षु आत्मा श्री महावीर परमात्मा से अपनी दीन-दुःखी अवस्था का वर्णन करता हुआ प्रार्थना करता है, हे दीनदयाल ! करुणा सागर ! -૩ प्रभो! आप इस दीन-दुःखी दास पर दया बरसाकर उसे संसार-सागर से तारो-पार उतारो ।
यद्यपि, यह सेवक अनेक अवगुणों-दोषों से भरा हुआ है, राग-द्वेषादि से रंगा हुआ है तो भी इसे आप अपना सेवक - शरणागत मानकर इस पर कृपादृष्टि करो और इसे संसार-सागर से पार उतारकर जगत् में महान् सुयश-कीर्ति को प्राप्त करो। यही मेरी भावभरी विनम्र प्रार्थना है ।
અર્થ : સંસારના દુઃખથી ઉદ્વિગ્ન બનેલો મુમુક્ષુ આત્મા શ્રી મહાવીર પરમાત્મા પાસે પોતાની દીન-દુઃખી અવસ્થાનું વર્ણન ક૨વાપૂર્વક પ્રાર્થના કરે છે. હે દીન-દયાલ ! કરુણાસાગર પ્રભુ ! આપ આ દીન-દુ:ખી દાસ ઉપર દયા વરસાવી અને સંસાર-સાગરથી તારોપાર ઉતારો.
Jain Education International
જો કે આ સેવક અનેક અવગુણો(દોષો)થી ભરેલો છે, રાગ-દ્વેષાદિથી રંગાયેલો છે, છતાં એને પોતાનો સેવક માની-શરણાગત માની એની ઉપર કૃપા-દૃષ્ટિ કરો અને એને સંસાર-સાગરથી પાર ઉતારીને જગતમાં મહાન સુયશ-કીર્તિને પ્રાપ્ત કરો. એ જ મારી નમ્ર ભાવ-ભરી પ્રાર્થના છે.
૨૪(૪)
સ્વો. બાલાવબોધ : કોઈક અવસરેં શ્રી જિનાગમના અભ્યાસ કરીને, સંસારભ્રમણજ્ઞાનાવરણાદિ આવરણે આવૃત પોતાની અનંત આત્મ-શક્તિ જાણીને, અનાદિ પર-ભાવાનુષંગતા દોષને દુઃખે ઉદ્વિગ્ન આત્મા તે પોતાની સાધકતા-શક્તિ અણદેખતો ૫૨મ નિર્યામક સમાન ચોવીશમા શ્રી વીરનાથના ચરણ-શરણ નિર્ધારીને શ્રી વીર પ્રભુની આગલ પ્રાર્થનાસહિત વિનંતિ કરે છે જે
હે નાથ ! હે દીન-દયાલ ! હે પ્રભુજી ! મુજ સરિખો જે તત્ત્વ-સાધન તથા આજ્ઞા-નિર્વાહમાં અસમર્થ, તેને માત્ર નામથી સેવક જાણી તાર તાર. એ ગુણ-રોધકરૂપ દુઃખથી નિસ્તાર. તુજ સરીખા પ્રભુ વિના બીજા કોને કહું ? જગતમાં એટલું સુજશ લીજેં.
યદ્યપિ, પ્રભુ તો જશના કામી નથી પરંતુ ઉપચારેં ભક્તિ-આતુરતાએઁ કહે છે જે, મુજ સરીખો દાસ તે યદ્યપિ રાગ-દ્વેષ-અસંયમઅનુષ્ઠાનાશંસાદિ દોષ-એકાંતાદિ દોષ-અનાદરાદિ દોષરૂપ અવગુણૅ કરી ભર્યો છે, તો પણ તાહરો કહેવાય છે.
તે માટે, હે દયા-નિધિ કેતાં દયા જે ભાવ-કરુણાના નિધાન ! દીન જે હું રંક, અશરણ, દુ:ખિત, તત્ત્વ-શૂન્ય, જ્ઞાનાદિ સંપદારહિત, ભાવ-દરિદ્રી, માર્ગનો વિરાધક, અસંયમ-સંચારી, મહાવિકા૨ી તમારી આજ્ઞાથી-વિમુખ અનાદિનો ઉદ્ધત એહવા મુજ ઉપર દયા કરીછેં. તાહરી કૃપા તેહ જ ત્રાણ-શરણ થશે.
યદ્યપિ, અરિહંત તો કૃપાવંત જ છે, તો કૃપા શી કરવી છે ?
તો પણ અર્થી વિચારેં નહીં માટે અર્થીનું એ વચન છે. દયાવંતને જ એમ કહેવાય છે જે, હે દેવ ! તમેં દયાના ભંડાર છો. તમનેં જ અવલંબે તરીશ. એ જ સત્ય છે.
।। કૃતિ પ્રથમથાર્થ : || 2 ||
राग-द्वेषे भर्यो मोह वैरी नड्यो, लोकनी रीतमां घणुंए रातो । क्रोधवश धमधम्यो शुद्ध ગોઘવા गुण नवि रम्यो, भम्यो भव मांहे हुं विषय मातो ॥ તારી
For Personal & Private Use Only ૪૫૦
www.jainelibrary.org