________________
शुद्धता प्रभु तणी आत्मभावें रमे, परम परमात्मता तास थाए। નિયમાવેશનૈત્રિશુળની મિાતા, त्रिगुण एकत्व तुज चरण आए । સદ્દગોપી
अर्थ : प्रभु की पूर्ण शुद्धता का जो जीव आत्म-स्वभाव में अभेद भाव से चिन्तन कर ध्यान द्वारा उसमें ही रमण करता है अर्थात् मेरी आत्मा भी सत्तारूप से पूर्ण शुद्ध स्वरूप है । ऐसा निश्चय कर प्रभु की पूर्ण शुद्धता में तन्मय बनता है, उसे वैसी ही परम परमात्म-दशा प्राप्त होती है । क्षयोपशमभाव में ज्ञान-दर्शन- चारित्र की भिन्नता मालूम होती है परन्तु क्षायिक यथाख्यात चारित्र प्राप्त होने पर तीनों गुणों की एकरूपता हो जाती है ।
અર્થ : પ્રભુની પૂર્ણ શુદ્ધતાનું જે જીવ આત્મ-સ્વભાવમાં અભેદ-ભાવે ચિંતન કરી ધ્યાન વડે તેમાં જ રમણ કરે છે અર્થાત મારો આત્મા પણ સત્તાએ પૂર્ણ શુદ્ધ-સ્વરૂપી છે, એમ નિશ્ચય કરી પ્રભુની પૂર્ણ શુદ્ધતામાં તન્મય બને છે તેને તેવી જ પરમ પરમાત્મ-દશા પ્રાપ્ત થાય છે. ક્ષાયોપશમભાવમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની ભિન્નતા જણાય છે પણ ક્ષાયિક-યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતાં તે ત્રણે ગુણની એકતા થઈ જાય છે. સ્વો. બાલાવબોધ : એહવી શુદ્ધતા, તત્ત્વતા, નિરાવરણતા તથા અનંત ગુણ-ભોગીપણાની જે પ્રભુતા તે આત્મ-ભાવે કેતાં પોતાને આત્મપણે રમે, એટલે પ્રભુની પ્રભુતા તેનો રંગી જે જીવ, તેહને પરમ-ઉત્કૃષ્ટ શુદ્ધ પરમાત્માપણું થાય. મિશ્ર-ભાવે જે ક્ષયોપશમ-ભાવેં, ત્રિગુણ જે સમ્યગ્ દર્શન- જ્ઞાન-ચારિત્ર, તેહની ભિન્નતા કેતાં ભેદ-રત્નત્રયી છે જે સાધક છે પરંતુ સવિકલ્પ છે, તે ત્રિગુણ જે રત્નત્રયી તેહનું જે એકત્વ કેતાં એકપણું-અભેદપણું તે થાય તુજ કેતાં તાહરે, ચરણ-યથાખ્યાત ક્ષાયિક ચારિત્ર
આવે-પ્રગટે.
એટલે, ક્ષીણ-મોહ ગુણઠાણેં એકત્વ-વિતર્ક-અપ્રવિચાર શુક્લ-ધ્યાન ઉપને જે દર્શન-નિર્ધારરૂપ તથા ચારિત્ર-સ્થિરતારૂપ એ બે ધારા જ્ઞાન-ધારાથી અભેદ થઈ.
એટલે પ્રથમ મિથ્યાત્વકાલેં તો જ્ઞાન વિપર્યાસરૂપે હતું. તે સમ્યક્દર્શન પ્રગટે યથાર્થજ્ઞાન થયું તેવારેં જ્ઞાન સ્વરૂપ-૨મણી થયું પછી તે જ્ઞાન-સ્વરૂપ૨મણી સ્થિરતા-ભાવને ભજે.
એમ ધ્યાનારૂઢ થયો, વિકલ્પ તજતો, પોતાના આત્માને તત્ત્વ-પરિણતિ મધ્યે તન્મયતા પમાડતો, પછી જ્ઞાનનું જ રમણ-જ્ઞાનનો જ નિર્ધાર એટલે પર્યાય-ભેĚ તે મૂલ-ગુણૅ એકત્વ પામે. એ અભેદ-રત્નત્રયીનું સ્વરૂપ ધ્યાનિ-ગમ્ય છે.
પરંતુ, મૂલ-નર્યું આત્મા જ્ઞાન-દર્શન એ બે ગુણૅ સહિત છે એહવી આમ્નાય છે. શેષ નિર્ધાર-થિરતા એ સર્વ ચેતના-ગુણની પ્રવૃત્તિ છે, તે માટે એ જ્ઞાનમાંહે જ સ્થિરત્વ-પરિણતિ તે અભેદતા કહેવી.
પ્રથમ ક્ષયોપશમી ચલ-વીર્યતાએં ચેતના-પર્યાયની પ્રવૃત્તિ અસંખ્ય-સમયી હતી. તે ભાસન પ્રવૃત્તિ પછી ક્રમેં કારણ-કાર્યમાં થિરતાપરિણતિએં હતી, તે ક્ષીણ-મોહ કાલે રોધકને ક્ષયે સમ-કાલ અસંખ્ય-સમયી પ્રવૃત્તિ થઈ. તે કેવલજ્ઞાન થયે નિરાવરણતાયેં એક-સમયી થઈ. એ રીતે અભેદ-રત્નત્રયી થાય છે. એ શ્રી ભાષ્યથી સમજવી.
।। તિ પદ્મમાયાર્થઃ || ૬ ||
Jain Education International
For Personal & Private Use Only ૪૨૯
www.jainelibrary.org