________________
બાવીસમા સ્તવનનો સાર...
‘સંગ તેવો રંગ’ ઉક્તિ મુજબ ઉત્તમ પુરુષોના સમાગમથી ઉત્તમતા વધે છે. જેમ પારસના સંગથી લોઢું પણ સોનું બની જાય છે.
અનાદિ કાળથી પુદ્ગલ(જડ-પદાર્થો)ના સંગથી આ આત્મા જડવત્ (જડ જેવો) બની ગયો છે છતાં પણ પ૨મ ગુણી શ્રી જિનેશ્વર પરમાત્મા જેવા ઉત્તમોત્તમ પુરુષોનો જ્યારે યોગ મળે છે અને તેમના પ્રત્યે જ્યારે પ્રીતિ અને ભક્તિ જાગે છે, ત્યારે તેનો અપ્રશસ્ત-રાગ વિલીન થઈ જાય છે. શરીર, સંપત્તિ અને સ્વજનાદિ ઉપર તેને કોઈ પણ પ્રકારના મોહ અને મમતા રહેતાં નથી.
અરિહંત પરમાત્માદિ ગુણી પુરુષો પ્રત્યે ગુણ-બહુમાનરૂપ રાગ એ પ્રશસ્ત છે અને તે પ્રશસ્ત-રાગ વડે અર્થાત્ ભક્તિ વડે અશુભઆસવ(કર્મ-બંધના કારણભૂત અશુભ- પરિણામ)નો નાશ થાય છે. સંવર-પરિણતિ(આત્મ-સ્વભાવમાં એકાગ્રતા) વૃદ્ધિ પામે છે. નિર્જરા(પૂર્વકૃતકર્મનો ક્ષય) થાય છે અને જેમ જેમ સંવર-ભાવની વૃદ્ધિ થાય છે તેમ તેમ આત્મ-વિશુદ્ધિનો વિકાસ થતો જાય છે.
શ્રી જિનેશ્વ૨ પ૨માત્માની પ્રીતિ અને ભક્તિ, એ બંને તેમના ધ્યાનમાં એકાગ્ર બનવાનાં પ્રધાન સાધનો છે.
પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનનું સેવન આપણને શાસ્ત્રનાં ગહન તાત્ત્વિક રહસ્યો સમજવાની શક્તિ આપે છે અને શાસ્ત્રીય તત્ત્વોની વિચારણા-અનુપ્રેક્ષા કરવાથી ધર્મધ્યાન અને શુક્લ-ધ્યાન પ્રગટે છે અને સાલંબનરૂપ ધર્મ-ધ્યાન વર્ડ અને નિરાલંબનરૂપ શુક્લધ્યાન વર્ડ આત્મ-સ્વભાવમાં તન્મય બનેલો આત્મા અનુક્રમે પ૨માત્મ-પદને પામે છે.
માટે, પ્રીતિ અને ભક્તિપૂર્વક શ્રી અરિહંત પરમાત્માની સેવા(આજ્ઞા-પાલનરૂપ) ક૨વી. એ જ સર્વ શાસ્ત્રોનો સાર છે.
बावीसवें स्तवन का सार....
‘સંગ ગૈયા રંગ’ - इस उक्ति के अनुसार उत्तम पुरुषों की संगति-समागम से उत्तमता बढ़ती है । जैसे, पारस के संसर्ग से लोहा भी सोना बन जाता है ।
अनादिकाल से पुद्गल (जड पदार्थों) के संग से यह आत्मा जड़ जैसी बन गयी है फिर भी परमगुणी श्री जिनेश्वर परमात्मा जैसे उत्तमोत्तम पुरुषों का जब योग मिलता है और उनके प्रति जब प्रीति और भक्ति जागृत होती है तब उसका अप्रशस्त राग विलीन हो जाता है यानि शरीर, सम्पत्ति और स्वजनादि पर उसे किसी प्रकार का मोह या ममता नहीं रहती ।
अरिहन्त परमात्मा आदि गुणी- पुरुषों के प्रति गुण-बहुमानरूप राग प्रशस्तराग है । उस प्रशस्त राग द्वारा अर्थात् भक्ति द्वारा अशुभ- आस्रव (कर्मबन्ध के कारणभूत अशुभ परिणाम) का नाश होता है, संवर-परिणति (आत्मस्वरूप में एकाग्रता) बढती है, निर्जरा ( पूर्वकृत कर्मों का क्षय होता है और जैसे जैसे संवरभाव की वृद्धि होती है वैसे वैसे आत्म-विशुद्धि का विकास होता जाता है ।
श्री जिनेश्वर परमात्मा की प्रीति और भक्ति-ये दोनों उनके ध्यान में एकाग्र होने के प्रधान साधन हैं । प्रीति और भक्ति अनुष्टान का सेवन हमें शास्त्र के गहन तात्विक रहस्यों को समझने की शक्ति देते हैं और शास्त्रीय तत्त्वों की विचारणा- अनुप्रेक्षा करने से धर्मध्यान और शुक्लध्यान प्रकट होता है । सालम्बनरूप धर्मध्यान और निरालम्बनरूप शुक्लध्यान द्वारा आत्म-स्वभाव में तन्मय बना हुआ आत्मा अनुक्रम से परमात्म-पद को प्राप्त करता है । प्रीति और भक्तिपूर्वक श्री अरिहन्त परमात्मा की सेवा (आज्ञा-पालन) करनी चाहिए । यही सर्व शास्त्रों का सार है ।
Jain Education International
For Personal & Private Use Only ૪૧૮
www.jainelibrary.org