________________
रागी संगें रे राग दशा बधे, थाए तिणे संसारो जी। नीरागीथी रे रागनुं जोडनुं, रूहिए भवनो पारो जी ॥ મિ
अर्थ : संसारी जीव राग-द्वेषयुक्त हैं । उनके साथ संग प्रेम करने से रागदशा बढ़ती है और उससे संसार की वृद्धि होती है । परन्तु नीरागी अरिहन्त परमात्मा के साथ राग-प्रीति करने से भव का पार पाया जा सकता है ।
અર્થ : સંસારી જીવો રાગ-દ્વેષયુક્ત છે, તેમની સાથે સંગ-પ્રેમ કરવાથી રાગ-દશા વધે છે અને તેથી સંસારની વૃદ્ધિ થાય છે. પરંતુ નીરાગી એવા શ્રી અરિહંત પરમાત્માની સાથે રાગ-પ્રીતિ કરવાથી ભવનો પાર પામી શકાય છે.
સ્વો. બાલાવબોધ : હવે પાંચમું જીવ-દ્રવ્ય તે અનેક આત્મા છે. વલી, સ્વ-જાતિ પણ છે માટે તેહને ગ્રહી રાગ કરીયે.
પરંતુ એક અવગુણ એહમાં પણ દીઠો. તે કહે છે જે, સંસારી જીવ તો રાગ-દ્વેષસંયુક્ત છે માટે તેહનો સંગ કીધે તો આપણને પણ રાગ-દશા વધે અને રાગ-દશા તો અભિનવ બંધનો હેતુ છે.
અરિહંત દેવનાં આગમ જોતાં અને આત્મ-ધર્મ જોતાં, રાગ તો તજવા યોગ્ય છે. રાગથી ચા૨-ગતિરૂપ સંસાર થાએ-વધે માટે એ પણ આત્મ-હિત નહીં. તે માટે નીરાગી, વીતરાગ, પરમચારિત્રી, સર્વપરભાવ-ત્યાગીથી જો રાગ જોડીયે તો ભવનો પાર પામીયેં.
યદ્યપિ ક્ષય તો રાગનો જ કરવો છે પણ પ્રથમ રાગ પલટાવવાનો એ ઉપાય છે જે, નીરાગીથી રાગ જોડીયેં એટલે તે નીરાગી રાગ કરે નહીં તેથી અનુક્રમે એ આપણો રાગ પણ ક્ષય પામે તેવારેં એ આત્મા વીતરાગ-ભાવ ભજે.
।। રૂતિ ચતુર્થયાર્થ: || ૪ ||
૨૨(૪)
Jain Education International
For Personal & Private Use Only
૪૧૦
www.janelibrary.org