________________
એટલે સિદ્ધતા-પૂર્ણાત્મતા વધે. વલી સધે કેતાં નીપજે, આનંદ કેતાં આત્યંતિક-એકાંતિક-નિર્દક-નિરામય-સુખ થાય. તે માટે તેહિ જ કરવું ઘટે. એમ સર્વ ભવ્ય જીવોમેં વિચારવું.
| તિ દ્વિતીયTયાર્થ: // ૨ //
धर्म अधर्म आकाशअचेतना, ते विजाति अग्राह्यो जी। पुद्र ग्रहवेरे कर्म कलंकता, वाधे बाधक बायो जी॥
अर्थ : श्री राजीमतीजी ने जिस तत्त्व की अनुप्रेक्षा-विचारणा की थी वह बताते हैं कि, समग्र लोक में रहे हुए पंचास्तिकाय (धर्म, अर्धम, आकाश, पुद्गल और जीव) में से धर्म, अधर्म और आकाश-ये तीन द्रव्य अचेतन और विजातीय हैं, अत: उनका ग्रहण नहीं हो सकता । पुद्गल द्रव्य विजातीय होते हुए भी ग्राह्य है परन्तु इसे ग्रहण करने से जीव कर्म से कलंकित बनता है । बाह्यभाव की वृद्धि होती है और उससे स्वगुणों का अवरोध (बाध) होता है। | અર્થ : શ્રી રાજીમતીએ જે તત્ત્વની અનુપ્રેક્ષા-વિચારણા કરી હતી તે બતાવે છે કે, સમગ્ર લોકમાં રહેલા પંચાસ્તિકાય(ધર્મ-અધર્મઆકાશ-પુદ્ગલ-જીવ)માંથી ધર્મ, અધર્મ અને આકાશ-આ ત્રણ દ્રવ્યો અચેતન અને વિજાતીય છે, તેથી તે ત્રણેનું ગ્રહણ થઈ શક્યું નથી. પુદ્ગલ દ્રવ્ય વિજાતીય હોવા છતાં ગ્રાહ્ય છે પણ ગ્રહણ કરવાથી જીવ કર્મથી કલંકિત બને છે, બાહ્ય ભાવ વૃદ્ધિ પામે છે અને તેનાથી સ્વગુણોનો અવરોધ(બાધ) થાય છે.
સ્વો. બાલાવબોધઃ હવે રાજીમતીમેં જે વિચાર્યું તે કહે છે, સર્વ લોકમાં પંચાસ્તિકાય છે અને કાલ તે છતી રૂપે દ્રવ્ય નથી. શ્રી ભાણકાર તથા અનુયોગદ્વાર સૂત્ર જોતાં ઉપચાર-દ્રવ્ય છે.
વલી, પંચાસ્તિકાયમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, એ ત્રણ દ્રવ્ય અચેતન છે તથા વિજાતિ છે-જીવ દ્રવ્યની એ જાતિ નહીં. વલી અગ્રાહ્ય છે તે અપરિણામીપણા તથા અચલપણા માટે જીવથી ગ્રહવાય નહીં તે માટે એહથી પણ માહરે કામ નહીં.
તથા, પુદ્ગલ દ્રવ્ય સાર્થે ચિર-કાલનો પરિચય છે તેહને જો ગ્રહીયેં તો પુદ્ગલ-જડદ્રવ્યને ગ્રહવે આત્માને નવાં કર્મ બંધાય અને આત્મા કલંક-સહિત થાય અને બાધકભાવ, પરકર્તુતા, સ્વગુણરોધકતા, ચેતનાદિ ગુણની વિપર્યાસતા વાધે કેતાં વૃદ્ધિ પામે. તે માટે પુદ્ગલને લેતાં અનંતો કાલ થયો પણ આત્મ-હિત થયું નહીં તે માટે એ પુદ્ગલના સંગથી બાહ્ય ભીડ વધે માટે ઉત્તમ જીવ એહને ગ્રહે નહીં. એમ રાજુલેં વિચાર્યું જે- એને પણ ગ્રહવું નહીં કેમ કે, એના ગ્રાહક તો અનંતા જીવ નિગોદ મધ્યે પડ્યા છે.
|| ત તૃતીયTયા: || ||
Lain Education international
For peryogate Use Only
www.sainelibrary.org