________________
અર્થ : વરસાદ સમયે અનુકુળ પવન હોય છે, તેમ અહીં જિન ભક્તિમાં પવિત્ર ભાવનારૂપ વાયુ ચાલે છે. વર્ષાઋતુમાં ત્રણ રેખા યુક્ત ઈંદ્રધનુષ્ય હોય છે, તેમ અહીં મન-વચન-કાયાના ત્રણ યોગની એકાગ્રતા હોય છે. વરસાદ સમયે ગર્જનાનો ધ્વનિ હોય છે, તેમ અહીં પ્રભુગુણસ્તવનાનો ધ્વનિ હોય છે. વરસાદથી ગ્રીષ્મઋતુનો તાપ શમી જાય છે, તેમ અહીં જિન-ભક્તિથી તૃષ્ણાનો આંતરિક તાપ શમી જાય છે.
સ્વો. બાલાવબોધઃ મેહમાં જેમ વાયુ અનુકૂળ હોય, તેમ એ જિન-ભક્તિરૂપ મેહને વિષે જિન-ગુણની બહુમાનસહિત જે ભાવના ભાવવી. તેથી જ સુવાયુ વાય છે. | વરસાદમાં ત્રણ રેખાયુક્ત ઈંદ્ર-ધનુષ્ય શોભાકારી હોય, તેમ ઈહાં મન-વચન-કાયરૂપ ત્રણ યોગ તે ભક્તિને વિષે એકમના થયા. તે ઈંદ્ર-ધનુષ્ય છે. જેમ મેહમાં ગર્જના હોય, તેમ છતાં નિર્મલ-ઉજ્જવલ પ્રભુના ગુણ, તેમની જે સ્તવના-ધ્વનિ-શબ્દ, તેહી જ ઘન કેતાં મેહની ગર્જના જાણવી.
મેહથી ગ્રીષ્મ-ઉષ્ણ કાલના તાપ ટલે, તેમ ઈહાં પ્રભુસેવનથી તૃષ્ણા-પુદ્ગલસુખની પીપાસાનો જે અતરંગ તાપ હોય તે ટલે એટલે આત્માને આત્મ-સુખની ઈહાર્યે પર-સુખની જે તૃષ્ણારૂપ ગ્રીષ્મ કાલનો મહા-તાપ તે મટે.
| | તિ દ્વિતીયથાર્થ: || ૨ ||.
ગુજરાતી પ્રતિ,
)
O
श्रेणी-सरोवर हंस, वसे शुचिगुणमुनि रेविसे." चौगति मारग बंध, भविक निज घररह्यारे भविक. ૨ા નjઇ, रंगमे उमह्यारेशरंगमे.॥३॥
+
अर्थ : जिनभक्तिरूप वर्षा बरसती है तब, शुभ प्रशस्त लेश्यारूप बगुलों की पंक्ति बन जाती है । मुनिरूप हंस ध्यानारुढ होकर उपशम अथवा क्षपक श्रेणीरूप सरोवर में जाकर रहने लगते हैं । चार गतिरूप मार्ग बन्द हो जाते हैं, इससे भव्य आत्माएं अपने आत्ममन्दिर में रहती हैं और चेतन अपनी समता सखी के साथ रंग में आकर आनन्दपूर्वक रमण करता है । | અર્થ : જિન-ભક્તિરૂપ વરસાદ વરસે છે ત્યારે, શુભ-પ્રશસ્ત લેશ્યરૂપ બગલાની પંક્તિ રચાય છે. મુનિરૂપ હંસ ધ્યાનારૂઢ થઈને ઉપશમ અથવા ક્ષપકશ્રેણીરૂપ સરોવરમાં જઈને વાસ કરે છે. ચાર-ગતિરૂપ માર્ગો (ચાલતાં) બંધ થઈ જાય છે, તેથી ભવ્ય આત્માઓ પોતાના આત્મ-મંદિરમાં રહે છે. અને ચેતન પોતાની સમતા સખી સાથે રંગમાં આવીને આનંદપૂર્વક રમણ કરે છે. | સ્વો. બાલાવબોધ : જેમ મેહમાં બગપંક્તિ હોય, તેમ ઈહાં પ્રશસ્ત-શુભ લેશ્યા જે પધ-શુક્લલશ્યાના પરિણામ, એહવી લેશ્યા-શુભની ઉજ્જવલતા તે બગ પંક્તિ છે. - વરસાદમાં હંસ પંખી સરોવરેં વસે તેમ જિન-ભક્તિના યોગે હંસ પક્ષી જેહવા મુનિરાજ, તે ધ્યાનારૂઢ થઈ ઉપશમ તથા ક્ષપકરૂપ શ્રેણીમેં જઈ વસે. જેમ વર્ષાદથી ચાર-દિશિના માર્ગ બંધ થાય, તેમ ઈહાં જિન-ભક્તિના યોગેં ચાર-ગતિનો માર્ગ બંધ થાય. એટલે સાચા મનથી જે પ્રભુ સેવન કરે, તે ચાર-ગતિના ભ્રમણને ટાલે. - વર્ષાકાર્લ સર્વ લોક પોતાને ઘરે રહે, તેમ ઈહાં પણ અનાદિનો ઉદ્ધત પરભાવાભિલાષી આત્મા, તે અનેક વિષય-વિકારરૂપ ભાવમાં રહેતો હતો તેને શ્રી નિઃકર્મ દેવને નિમિત્તે સ્વરૂપની પ્રાપ્તિ થઈ. ચેતન સમતાને સંગે, રંગ કેતાં રીઝે કરીને, ઉમાહ્યો થકો સમતામાં રમી રહે. સ્વાત્મ-સ્વભાવમાં અનુભવ-રંગે રમી રહે છે.
| તિ તૃતીયTTયાર્થ: || 3 ||
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૩૯૩.