________________
अर्थ : प्रश्नः द्वितीय कर्म कारक को कारण कैसे कहा जा सकता है ? यह तो स्वयं कार्यरूप है।
उत्तर:- कर्ता सबसे पहले कार्य करने का संकल्प करता है । उदाहरण के लिए कर्ता ‘मुझे घट बनाना है' ऐसा बुद्धि द्वारा संकल्प करके कार्य प्रारम्भ करता है अत एव संकल्प कार्य का कारण है । अथवा मूल उपादानकारण (मिट्टी) में (घटरूप) कार्य की योग्यता सत्ता में रही हुई है । अर्थात् सत्तागत कार्यत्त्व प्राग्भावी कार्य का कारण है।
अथवा, तुल्य-समान धर्म देखने से कार्य करने का संकल्प होता है । जैसे कि श्री जिनेश्वर प्रभु को देखकर भव्यात्माओं को विचार होता है कि, 'मुझे ऐसा पूर्णानन्द स्वरूप प्राप्त करना है ।' इस प्रकार कार्य को भी कारण कहा जा सकता है । इन युक्तियों से विचार करने पर जाना जा सकता है कि, साध्य का आरोपण करना यह कर्म में कारकपना है ।
અર્થ : બીજા કર્મ કારકને કારણ કેમ કહી શકાય ? કેમ કે, એ પોતે જ કાર્યરૂપ છે.
એનું સમાધાન એ છે કે, કર્તા સૌ પ્રથમ કાર્ય કરવાનો સંકલ્પ કરે છે. દા.ત. ‘મારે ઘટ બનાવવો છે.’ કર્તા બુદ્ધિ દ્વારા આવો સંકલ્પ કરીને કાર્ય કરવાનો પ્રારંભ કરે છે, માટે સંકલ્પ એ કાર્યનું કારણ છે. અથવા, મૂળ ઉપાદાન-કારણ(માટી)માં (ઘટરૂપ) કાર્યની યોગ્યતા સત્તામાં રહેલી છે એટલે સત્તાગત-કાર્યવ એ પ્રાળુભાવી કાર્યનું કારણ છે.
અથવા, તુલ્ય-સમાન ધર્મ જોવાથી કાર્ય કરવાનો સંકલ્પ થાય છે. જેમ કે, શ્રી જિનેશ્વર પ્રભુને જોઈ ભવ્યાત્માઓને વિચાર થાય છે કે, | ‘મારે પણ આવું પૂર્ણાનંદ-સ્વરૂપ પ્રાપ્ત કરવું છે.' આ રીતે કાર્યને પણ કારણ કહી શકાય છે. આ યુક્તિઓથી વિચારતાં જાણી શકાય છે કે, સાધ્યનું આરોપણ કરવું એ કર્મમાં કારકપણું છે. | સ્વો. બાલાવબોધ : ઈહાં કોઈ પૂછશે જે- કર્મ તો કાર્ય છે પણ કારણ નથી. તેહને ઉત્તર કહે છે કે, (૧) કર્તાને પહેલાં તો કાર્યનો સંકલ્પ થાય છે. તે વખતેં તે કર્તા પહેલાં સંકલ્પ-કાર્યને વિચારે તે વાર પછી કાર્ય કરે, તે માટે કારણ કહિયેં.
उक्तं च विशेषावश्यके -
“सर्वोऽपि बुद्धौ सङ्कल्प्य कुम्भादि कार्य करोति इति व्यवहारस्ततो बुद्ध्याऽध्यवसितस्य कुम्भस्य चिकीर्षितो मृण्मय : कुम्भस्तबुद्ध्यालम्बनतया IRS મવતિ !''
| (fવ MLATI-૨, TI, ૨૦૧૩) અર્થ : બધાય બુદ્ધિમાં સંકલ્પ કરીને પછી ઘટરૂપ કાર્યને કરે છે, આ વ્યવહાર છે. ત્યાર બાદ બુદ્ધિમાં નિશ્ચિત ઘટને કરવાની ઈચ્છાથી માટીનો ઘડો (થાય છે. (તેથી) બુદ્ધિમાં આલંબનપણાને કારણે (સંકલ્પિત ઘટ) કારણ બને છે. અથવા, (૨) સ્થાસાદિ કાલ એ ઘટ કાર્યનું કારણ છે અને કર્તાને તો સ્થાસાદિ કાર્ય છે. અથવા, (૩) જે કાર્ય નિપજાવવાનું મૃત્તિકાદિક મૂલ ઉપાદાન, તેહમાં જે કાર્યની છતિ સત્તાયે યોગ્યતાપણે રહી છે તે કાર્યપણું સત્તાગત. તે પ્રાગુભાવી કાર્યનું કારણ છે. | હવનં ૨ -
“अथवा भव्यो योग्य : स्वरूपलाभस्येति शक्य उत्पादयितुमत ः सुकरत्वात्कार्यमप्यात्मन : कारणमिष्यते, अवश्यं च कर्मण : कारणत्वमेष्टव्यम् ।।" ત્તિ || | અર્થ : અથવા કાર્ય (કોઈપણ) ભવ્ય અર્થાત્ સ્વરૂપ પ્રાપ્તિ માટે યોગ્ય છે, તેથી જ તેને ઉત્પન્ન કરવું શક્ય છે. એટલા માટે ક્રિયાને સરળ બનાવનારૂં હોવાથી કાર્ય પણ પોતાનું કારણ મનાય છે અને કર્મનું કારણ પણું અવશ્ય અપેક્ષિત છે. | સત્-ભાવ નજીકપણે જે કારણ ઉપાદાન-નિમિત્ત તે સર્વ નજીક કરે. કાર્યને અર્થે તે કારણનું સભાવ-છતાંપણું, તે કાર્ય-બુદ્ધિયે મેલવે. તે માટે કાર્યને કારણ કહે. | અથવા, (૪) તુલ્ય-ધર્મનું જોવું જે, મુજને એહવું કાર્ય નિપજાવવું છે. જેમ કોઈ આત્મા મોક્ષ-પૂર્ણાનંદ કરવાને ઉદ્યમી થયો તે સિદ્ધરૂપ નિષ્પન્નતત્ત્વને જોવે અને વિચારે છે, ‘મને માહરું એહવું તત્ત્વ નિપજાવવું છે.’ એમ સંકલ્પ કરવો તે તુલ્ય-ધર્મ જોઈ કાર્યનો ઉદ્યમ ઘણો થાય, તે માટે કાર્યને પણ કારણ કહેવું.
उक्तं च श्रीपूज्यै :
"किं बहुना ? यथा यथा युक्तितो घटते, तथा तथा सुधिया कर्मणः कारणत्वं वाच्यमन्यथा कर्मणोऽकारणत्वे 'करोति इति कारक' मिति षण्णां कारकत्वानुपपत्तिरेव स्यादिति ।।"
| (વિ. મ. T.૨994) અર્થ : વધારે કહેવાથી શું ? જે જે યુક્તિથી ઘટે તે તે યુક્તિથી બુદ્ધિમાનો વડે કર્મનું કારણપણું કહેવા યોગ્ય છે અન્યથા કર્મનું કારણપણું ન હોતે છતે ‘જે કરે તે કા૨ક.’ આ પ્રમાણેના છ એ કારકોના કારકપણાની અસ્વીકૃતિ થઈ જશે. એ રીતે કર્મને વિષે કારણપણું માનવું એમાં જ કારકતા છે. સાધ્યનું આરોપણ કરવું, એહ જ કર્મને કારકપણું જાણવું.
|| રૂતિ પણ ITયાર્થઃ || ૬ ||
Jain Education International
www.nbrary.org
For Personal & Private Use Only
| ૩૮૩.