________________
अर्थ : इस प्रकार श्री अरिहन्त परमात्मा के दर्शन, पूजा और सेवा से छहों कारकों का बाधकभाव मिटकर साधकभाव हो जाने से क्रमशः पूर्णानन्द स्वरूप की प्राप्ति होती है । अत: मेरे पूर्णानन्द अव्याबाध सुख को प्रकट करने में पुष्ट (नियामक) निमित्त-आलंबनरूप श्री अरिहन्त प्रभु की सेवा (आज्ञापालन) ही है । अत : देवों में चन्द्र के समान निर्मल ऐसे जिनेश्वर परमात्मा की परम भक्ति को हृदय में धारण करो और अव्याबाध (परभाव को पीड़ा-रहित), अनन्त, अक्षय पद को प्राप्त करो । जिन भक्ति ही सारी साधनाओं का सार है । | અર્થ : આ રીતે, શ્રી અરિહંત પરમાત્માનાં દર્શન, પૂજન અને સેવનથી છ-એ કારકનું બાધકપણું ટળી જઈને સાધકપણું પ્રાપ્ત થતાં અનુક્રમે પૂર્ણાનંદ-સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેથી, મારા પૂર્ણાનંદ અવ્યાબાધ સુખને પ્રગટ કરવામાં પુષ્ટ(નિયામક) નિમિત્ત-આલંબનરૂપ શ્રી અરિહંત પ્રભુની સેવા(આજ્ઞા-પાલન) જ છે. માટે, દેવોમાં ચંદ્ર સમાન નિર્મલ એવા જિનેશ્વર પરમાત્માની પરમ ભક્તિને હૃદયમાં ધારણ કરો અને અવ્યાબાધ(પર-ભાવની પીડારહિત) અનંત અક્ષય પદને વરો. જિન-ભક્તિ એ જ સર્વ સાધનાનો સાર છે.
સ્વ. બાલાવબોધ : એહવા બાધકતા પરિણમ્યો માહરું કર્નાદિક કારકપરિણામ તે શ્રી અરિહંત પરમજ્ઞાતા, સ્વરૂપ-રમણી, સ્વરૂપ-વિશ્રામી, સ્વરૂપાનંદી, તેહનું સ્વરૂપ જોતાં-ધ્યાતા-ગાતાં તે અશુદ્ધ-કર્તાપણું પલટે, કારક પલટવાથી કાર્ય શુદ્ધ સિદ્ધતારૂપ-અનંત સ્વરૂપ સંપદારૂપ નીપજે. તેવારે ભવ્ય જીવને પોતાની તત્ત્વ નીપજાવવારૂપ શક્તિ તે શ્રી અરિહંતજીની સેવનાથી થાય, તે માટે જ નિર્ધાર કર્યો છે જે, હે પ્રભુજી ! માહારો જે પૂર્ણાનંદ-પૂર્ણ અવ્યાબાધ સુખ તે પ્રગટ કરવાને પુષ્ટાલંબન કેતાં પુષ્ટ-નિયામકી, આલંબન કેતાં આધાર, તે શ્રી પ્રભુજી ભવ્ય જીવના આધાર, મુનિ-જનના પ્રાણાધાર, આચાર્ય-ઉપાધ્યાજીના પરમદયાલ, ભાવ-ચિંતામણિ સમાન, સમકિતી જીવના ધ્યેય, ધ્યાતાને પ્રતિછંદરૂપ, અનંત ગુણાકર, નિર્મલ જ્ઞાનાનંદના પાત્ર એવા શ્રી જિનરાજ મહારાજ સુખ-સમાજ તેહની સેવના તેહિ જ પુરાલંબન છે.
તે માટે સર્વ દેવેંદ્રાદિક, તે મધ્યે ચંદ્રમા સમાન એહવા જે જિનચંદ્ર શ્રી વીતરાગ અરિહા, તેહની ભક્તિ સેવના-આજ્ઞા માનવારૂપ તદનુયાયીપણું, તેથી જ ત્રાણ-શરણ છે. એહવી ભક્તિ મનમાં ધરો, સ્થિર રાખો.
અથ સ્તુતિ-કર્તાનું સંબોધન- હે દેવચંદ્ર ! શ્રી જિનચંદ્રની ભક્તિ કેતાં ચરણ-સેવના, તે મનમાં ધરી તો અવ્યાબાધ-જિહાં પરભાવની પીડા નહીં, પરમાનંદરૂપ જેહના અનંત ગુણ તે ગણ્યા જાય નહીં, અક્ષય કેતાં જેહનો છેદ નહીં, વિનાશ નહીં એહવું તે પરમાત્મરૂપ પદ, તે આદરો એટલે પામો. માટે, એ આત્મા બાધકતા તજી સાધકતામાં રમે-સિદ્ધ થાય. એથી જ પ્રભુસેવનાનું ફલ છે.
માટે હે સિદ્ધ-રૂચિ જીવો ! તમે શ્રી મલ્લિનાથ પરમપુરુષોત્તમ, પરમેશ્વર, નિઃકારણ જગદ્વત્સલ તેહને ગાઓ, સ્તવો, સંભારી ધ્યાવો. પ્રથમથી સાધક જીવને એથી જ આધાર છે, અહી જ જીવન છે.
| ડુત સમાથાર્થ: || ૭ || | સુવિ vોવિંશતિ શ્રી મત્તિનાથનન સ્તવનં સમાતમૂ || 9 ||
ઓગણીસમા સ્તવનનો સાર... વિશ્વનાં સર્વ કોઈ કાર્યોમાં ‘કારક-ચક્ર'ની પ્રવૃત્તિ અવશ્ય હોય છે. ષકારકની પ્રવૃત્તિ વિના કોઈ પણ કાર્યની નિષ્પત્તિ-સિદ્ધિ થતી નથી. દા.ત. ઘટરૂપ કાર્ય કરવામાં પણ ષટુ-કારકની પ્રવૃત્તિ હોય છે. તે આ પ્રમાણે –
(૧) કર્તા : કુંભકાર ઘટ-કાર્યની પ્રવૃત્તિ કરનાર છે. (૨) કાર્ય : ઘટ બનાવવાનો સંકલ્પ છે. (૩) કરણ : માટીનો પિંડ એ ઉપાદાન કારણ છે અને દંડ-ચક્રાદિ એ નિમિત્ત-કારણ છે. તે બન્ને ઘટ બનાવવાનાં પ્રધાન સાધનો છે. (૪) સંપ્રદાન : માટીના પિંડને સ્થાસ-કોશ-કુશલાદિ નવા નવા પર્યાયો અર્થાત્ આકારો આપવા તે. (૫) અપાદાન : પિંડાદિ પૂર્વ-પર્યાયો(આકારો)નો નાશ થવો તે. (૬) આધાર : ઇટાદિ સર્વ પર્યાયોનો આધાર ભૂમિ-ક્ષેત્ર છે. ઘટ-કાર્યની જેમ દરેક કાર્યમાં ‘ષકારક'ની પ્રવૃત્તિ અવશ્ય હોય છે. સંસારી આત્મા પણ કર્મ-બંધરૂપ કાર્યને અનાદિ કાળથી કરી રહ્યો છે તેથી તેના ષકારક અનાદિથી બાધકપણે પરિણમી રહ્યા છે – (૧) કર્તા : આત્મા છે. ભાવ-કર્મ(રાગ-દ્વેષાદિ વિભાવ) અને દ્રવ્ય-કર્મ(જ્ઞાનાવરણીયાદિ)રૂપ કાર્યનો એ કર્તા બન્યો છે. (૨) કાર્ય : ભાવ-કર્મ અને દ્રવ્ય-કર્મરૂપ કાર્ય આત્મા દ્વારા થાય છે. (૩) કરણ : ભાવાસવ રાગ-દ્વેષાદિ પરિણામ અને દ્રવ્યાસવ હિંસાદિ, એ કર્મબંધરૂપ કાર્યનાં પ્રધાન સાધનો છે. (૪) સંપ્રદાન : અશુદ્ધતા-સંક્લિષ્ટતાની પ્રાપ્તિ તથા દ્રવ્યકર્મjજનો સંયોગ એ સંપ્રદાન છે. (૫) અપાદાન: આત્મસ્વરૂપનો અવરોધ-ક્ષયોપશમાદિ ભાવોની હાનિ વગેરે અપાદાન છે. (૬) આધાર : સર્વ સાધક-બાધક ભાવોનો આશ્રય આત્મા તે આધાર છે.
આ પ્રમાણે સર્વ સંસારી જીવોનું કારક-ચક્ર જ્યાં સુધી શ્રી અરિહંત પરમાત્માના આલંબન વડે સ્વ-સાધ્યને સિદ્ધ કરવાની રૂચિ ન પ્રગટે, ત્યાં સુધી બાધક-ભાવે જ પરિણમે છે.
પરંતુ, જ્યારે શુદ્ધ આત્મ-તત્ત્વની રૂચિરૂપ સમ્યગુ-દર્શનની પ્રાપ્તિ થાય છે, ત્યારે ચોથા ગુણસ્થાનકથી આરંભીને ચૌદમા અયોગી ગુણસ્થાનક સુધી ષકારક સાધકભાવે પ્રવૃત્તિ કરે છે.
અનેસિદ્ધ-અવસ્થામાં સ્વ-કર્તાદિક કારકચક્ર તે શુદ્ધ-પારિણામિકભાવે પરિણમે છે.
Jain Education International
For Person
vate Use Only
www.jainelibrary.org