________________
સોળમા સ્તવનનો સાર... આ સ્તવનમાં શાસ્ત્રોક્ત યુક્તિઓ દ્વારા જિન-પ્રતિમાની ઉપકારકતા બતાવવામાં આવી છે. જિન-પ્રતિમામાં અપેક્ષાએ અરિહંતપણું અને સિદ્ધપણું રહેલું છે. એમ ત્રણ કે છ નયનું માનવું છે, તે આ પ્રમાણે : (૧) નગમ-નય : જિન-પ્રતિમાના દર્શનથી શ્રી અરિહંત દેવ તથા સિદ્ધ પરમાત્માનો સંકલ્પ પ્રતિમામાં થાય છે. જેમ કે, ‘આ અરિહંત કે
સિદ્ધ ભગવાન છે.” અથવા અસંગાદિ ગુણોથી પૂર્ણ અને શાંત-સુધારસમય તદાકારરૂપ અંશ પ્રતિમામાં રહેલો છે. માટે નેગમ-નયના મતે જિન-પ્રતિમા એ
અરિહંત તથા સિદ્ધ સ્વરૂપ છે. (૨) સંગ્રહ-નય : બુદ્ધિ દ્વારા શ્રી અરિહંત કે સિદ્ધ પરમાત્માના સર્વ ગુણોનો સંગ્રહ કરીને પ્રતિમા ઘડવામાં આવી છે. તેથી સંગ્રહ-નયની
અપેક્ષાએ પ્રતિમા અરિહંત કે સિદ્ધરૂપ છે. (૩) વ્યવહાર-નય : પ્રતિમાનાં દર્શન, વંદન, નમસ્કાર અને પૂજન વખતે સર્વ વ્યવહાર અરિહંત કે સિદ્ધ પરમાત્માને ઉદ્દેશીને થાય છે, જેમ
કે, હું અરિહંતનાં દર્શન, વંદન, પૂજનાદિ કરું છું. આમ વ્યવહાર-નય પણ જિનપ્રતિમાને અરિહંત કે સિદ્ધ માને છે. (૪) ઋજુસુત્ર-નય : જિન-પ્રતિમા જોઈને સર્વ ભવ્યાત્માઓને આ અરિહંત કે સિદ્ધ પરમાત્મા છે એવો વિકલ્પ ઉત્પન્ન થાય છે અને એ | વિકલ્પ વડે જ પ્રતિમાની સ્થાપના થયેલી છે. આ રીતે 22 જુસૂત્ર-નયની દૃષ્ટિથી પ્રતિમા અરિહંત કે સિદ્ધરૂપ છે. (૫) શબ્દ-નય : અરિહંત અને સિદ્ધ શબ્દની પ્રવૃત્તિ જિન-પ્રતિમામાં થાય છે, માટે શબ્દ-નયે પ્રતિમા અરિહંત કે સિદ્ધ છે. (૬) સમભિરૂઢ-નય : અરિહંતના પર્યાયવાચી શબ્દો સર્વજ્ઞ, તીર્થકર, જિનેશ્વર, જિન વગેરેની પ્રવૃત્તિ પણ પ્રતિમામાં થાય છે. તેથી,
સમભિરૂઢ-નયે પણ પ્રતિમા અરિહંત કે સિદ્ધ છે. પરંતુ, કેવલજ્ઞાનાદિ ગુણો કે સિદ્ધત્વ પ્રતિમામાં નહિ હોવાથી એવંભૂત-નયની પ્રવૃત્તિ ભાવ અરિહંત અને ભાવ-સિદ્ધમાં જ થાય છે.
પ્રથમના ત્રણ નયની વિચારણા વિશેષાવશ્યકભાષ્યમાં પણ ઉપર્યુક્ત રીતે કરવામાં આવી છે. બાકીના ત્રણ નાની વિચારણા ઉપચારથી જાણી લેવી.
| જિન-પ્રતિમા એ મોક્ષનું પ્રધાન નિમિત્ત(કારણ) છે. તેથી નિમિત્ત-કારણરૂપે સાતે નયોની અપેક્ષાએ પ્રતિમા અને સાક્ષાત્ અરિહંત-બંને સમાન ઉપકારી છે.
નેગમાદિ સાતે નયો દ્વારા જિન-સ્થાપનાની નિમિત્ત- કારણતા આ પ્રમાણે છે – (૧) સંસારી જીવને જિન-પ્રતિમા જોવાથી અરિહંતનું સ્મરણ થાય છે અથવા જિન-પ્રતિમાના વંદનથી જીવ પોતાના સ્વભાવને સન્મુખ થાય
છે. આ ‘નૈગમ-નય’ પ્રતિમાની નિમિત્ત-કારણતા છે. (૨) જિન-પ્રતિમા જોતાં પ્રભુના સર્વ ગુણોનો સંગ્રહાત્મક રૂપે બોધ થાય છે અને તે આત્મ-તત્ત્વની સન્મુખતામાં અદ્ભુત સહાય કરે છે.
તે ‘સંગ્રહ-નવે’ નિમિત્ત-કારણતા છે. (૩) જિન-પ્રતિમાને થતા વંદન-નમસ્કારાદિનો વ્યવહાર એ મોક્ષ-સાધક છે, માટે આત્મ-સાધનામાં તત્પર બનેલા
સાધકને સાધનામાં નિમિત્ત-કારણ જિન-પ્રતિમા છે. આ ‘વ્યવહાર- નયે' નિમિત્ત-કારણતા છે. (૪) જિન-પ્રતિમાનાં દર્શનથી આત્મ-તત્ત્વની ઈહા-ઈચ્છારૂપ ઉપયોગ ઉત્પન્ન થાય છે. જેમ કે- હું પણ ક્યારે આવા
પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામીશ ? આ ઋજુસૂત્ર-નયે પ્રતિમાની નિમિત્ત-કારણતા છે. (૫) જિન-પ્રતિમાના આલંબન દ્વારા આત્માની ઉપાદાન-શક્તિ પ્રગટ થઈ અર્થાત્ સમ્યગુ-દર્શનાદિ ગુણોની
પ્રાપ્તિ થઈ, તે ‘શબ્દ નયે' પ્રતિમાની નિમિત્ત-કારણતા છે. (૬) પ્રતિમાના આલંબને અનેક પ્રકારે જ્ઞાનાદિ ગુણોની પ્રવૃત્તિ એટલે કે આત્મ-સ્વભાવ સન્મુખ થવાથી તત્ત્વ
રમણતા પ્રાપ્ત થાય છે, તે ‘સમભિરૂઢ-નય’ની અપેક્ષાએ પ્રતિમાની નિમિત્ત-કારણતા છે. (૭) પ્રતિમાના નિમિત્તથી આત્મ-સ્વભાવમાં રમણતા થતાં જ્યારે શુદ્ધ શુક્લ-ધ્યાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે સંપૂર્ણ નિમિત્ત-કારણતાના
યોગે ઉપાદાનની પૂર્ણ કારણતા પ્રગટે છે તે પ્રતિમાની ‘એવંભૂત-નયે' નિમિત્ત-કારણતા છે. નિમિત્ત-કારણનો એવો સ્વભાવ છે કે, તે અવશ્ય ઉપાદાન-કારણતા ઉત્પન્ન કરે છે અને ત્યાર પછી ઉપાદાન-કારણ કાર્યરૂપ પરિણમે
આ પ્રમાણે, જિન-પ્રતિમા મોક્ષનું નિમિત્ત-કારણ છે, માટે સર્વ યોગોની સિદ્ધિ પ્રતિમાના આલંબનથી થાય છે.
‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં મિત્રાદિ યોગની જે આઠ દૃષ્ટિઓ બતાવવામાં આવી છે, તેમાંથી મિત્રા, તારા, બલા અને દીપ્રા દૃષ્ટિની પ્રાપ્તિ સુધી યથાયોગ્ય રીતે જુસૂત્ર-નયે જિન-પ્રતિમાની નિમિત્ત-કારણતા ઘટાવી શકાય છે.
જિન-પ્રતિમાના આલંબનથી મિત્રા-દૃષ્ટિની ભૂમિકા પ્રાપ્ત થાય, તો નૈગમ-નયની અપેક્ષાએ તેની કારણતા ઘટાવી શકાય. આ રીતે ઉપરની બાકીની દૃષ્ટિઓમાં અનુક્રમે સંગ્રહ-વ્યવહાર, ઋજુસૂત્ર-નય માટે પણ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
૩ ૧૮
www.ainelibrary.org