________________
ધ્યાન-દશામાં સામાન્ય-સ્વભાવનો પ્રયોગ : સાધક પોતાના કેવલજ્ઞાનાદિ વિશેષ ગુણો જે કર્મથી આવૃત છે, તેને નિરાવરણ-પ્રગટ કરવા પૂર્ણ શુદ્ધ ગુણી પરમાત્માની સ્તુતિ, ભક્તિ અને રૂપસ્થ-ધ્યાનાદિ વડે તેમના સ્વરૂપમાં એકાગ્ર-તન્મય બનીને પોતાની આત્મ-સત્તા પણ પૂર્ણ શુદ્ધ ગુણ-પર્યાયમયી છે, એવી ભાવના ભાવે છે.
‘નારિસસિદ્ધસદાવો, તારિસમાો ટુ સનનીયાળ ।।'' (સિદ્ધપ્રભુત)
અર્થ : જેવો પરમાત્માનો શુદ્ધ-સ્વભાવ છે, તેવો જ સર્વ જીવોના આત્માનો સ્વભાવ છે.
કારણ કે, “પ્ને બાયા ।।'' (સૂયગડાંગ)
અર્થ : દરેક જીવની જીવત્વ જાતિ એક જ છે, તે કદી પણ પલટાતી નથી.
“નીવો નીવત્વાવસ્થઃ સિદ્ધઃ ।।''
અર્થ : સિદ્ધતા એ જ જીવનું પોતાનું સ્વરૂપ છે. જ્ઞાનાદિ વિશેષ-સ્વભાવ કર્મથી આવૃત્ત હોવા છતા સામાન્ય-સ્વભાવ શુદ્ધ આત્મસત્તા સ્ફટિકરત્નની જેમ નિરાવરણ છે. આવી શુદ્ધ ભાવનાથી ભાવિત થયેલો આત્મા જ્યારે પોતાના આત્મ-સ્વરૂપનું વારંવાર સ્મરણ કરે છે-ધ્યાન કરે છે ત્યારે તેને સ્વરૂપ-૨મણતા પ્રાપ્ત થાય છે અને આત્માનુભવના અમૃતનો આસ્વાદ કરતો આત્મા સ્વરૂપમાં મગ્ન બને છે.
વ્યવહાર-ભૂમિકામાં વિશેષ-સ્વભાવનો પ્રયોગ : સાધકે વ્યવહાર-દશામાં પર-પુદ્ગલના યોગે રાગ-દ્વેષ કે વિષય-કષાયથી પોતાના આત્માને લિપ્ત થયેલો જાણી અશુદ્ધ માનવો જોઈએ.
“હું પુદ્ગલોનો ભોગી તેમાં જ આસક્ત બનું છું. જડ પદાર્થોમાં ઈષ્ટાનિષ્ટ કલ્પના કરી રાગ-દ્વેષ કરું છું. સર્વ પ૨-પદાર્થોને મારા માનું છું. તે સર્વમાં કર્તૃત્વનું અભિમાન સેવું છું. આ રીતે હું પર-પદાર્થોમાં મોહિત બની નવાં નવાં અશુભ કર્મો બાંધી ચાર-ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું.’’
“પર-પુદ્ગલ પદાર્થોની આસક્તિથી મારા આત્મામાં રાગ-દ્વેષની પરિણતિ ઘડાઈ રહી છે. જેમ સ્ફટિકની પાછળ મુકેલા નીલા કે લાલ વસ્ત્રના યોગે સ્ફટિક પણ નીલો કે લાલ દેખાય છે, પરંતુ તે વસ્ત્રને ખસેડી લેવાથી પુનઃ સ્ફટિકનું મૂળ શ્વેત-ઉજ્જવલ સ્વરૂપ જોઈ શકાય છે. તેવી રીતે સ્ફટિક જેવા સ્વચ્છ-નિર્મલ એવા મારા આત્માને તેમાં રહેલી રાગ-દ્વેષની મલિન પરિણતિને દૂર હટાવવાનો પુરુષાર્થ કરવાથી આત્માના શુદ્ધ-સ્વરૂપને જોઈ, જાણી અને અનુભવી શકાય છે.''
“પર-પુદ્ગલ અનુયાયી બનેલી આત્મ-શક્તિઓને બીજા શુભ-આલંબન વિના માત્ર આપ-બળે આત્મ-સ્વરૂપમાં જોડી શકાતી નથી. તેથી મારે સૌ પ્રથમ જેમના સર્વ વિશેષ-સ્વભાવો (જ્ઞાનાદિગુણો) પૂર્ણ-શુદ્ધરૂપે પ્રગટેલા છે, તે મારા સ્વ-જાતીય અરિહંત પરમાત્મા સાથે પ્રીતિ, ભક્તિ, આજ્ઞા-પાલન અને ધ્યાનાદિ વડે આત્મ-શક્તિઓને જોડવી જોઈએ. જેથી, પરમાત્મ-સ્વરૂપમાં તન્મય બનેલી મારી જ્ઞાનાદિ શક્તિઓ આત્મ-સ્વરૂપને યર્થાથ રીતે ઓળખી તેમાં તન્મય બની શકે.''
આ પ્રમાણે વિચારણા કરી સાધક પરમાત્માની દ્રવ્ય-પૂજા, ભાવ-પૂજા, ભક્તિ અને આજ્ઞા-પાલન આદિ કરતો કરતો જ્યારે ધ્યાનાવસ્થામાં આવી નિથલ-ધ્યાનને સિદ્ધ કરવા પ્રયાસ કરે છે, ત્યારે તે આત્મા નિશ્ચલ, નિર્મલ અને નિર્વિકલ્પ આત્મ-સ્વરૂપનો અનુભવ કરી શકે છે.
આ રીતે નય-સાપેક્ષ ભૂમિકા-ભેદથી સામાન્ય અને વિશેષ સ્વભાવની મુખ્યતા અને ગૌણતા હોય છે. તેનો વિવેક અનુભવી-સદ્ગુરુવર્યો પાસેથી પ્રાપ્ત કરી, સાધક-આત્માએ આધ્યાત્મિક-સાધનામાં તેનો પ્રયોગ કરવો જોઈએ.
જ્ઞાનસાર અષ્ટકમાં પણ પૂર્વોક્ત વિચારણા માટે કહ્યું છે કે
“अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः ।
શુદ્ધત્યનિપ્તયા જ્ઞાની, યિાવાનુ નિપ્તયાવા ।।''
અર્થ : નિશ્ચય-નયની દૃષ્ટિએ સર્વ જીવાત્મા કર્મથી અલિપ્ત છે પણ વ્યવહાર-નયની દૃષ્ટિએ સર્વ જીવાત્મા કર્મથી લિપ્ત છે. સમ્યગ્જ્ઞાની અલિપ્ત-દૃષ્ટિથી શુદ્ધ થાય છે અને ક્રિયાવાન લિપ્ત-દૃષ્ટિથી શુદ્ધ બને છે. સાધકને સાધનામાં બંને દૃષ્ટિઓની સમાન આવશ્યક્તા છે છતાં ભૂમિકા-ભેદથી જ્યારે એકની મુખ્યતા હોય છે, ત્યારે બીજીની ગૌણતા હોય છે પરંતુ તેથી એ બંનેની શક્તિમાં કોઈ ન્યૂનાધિકતા હોતી નથી. પોત-પોતાની ભૂમિકામાં બંનેની પ્રધાનતા હોઈ શક્તિ એકસરખી હોય છે.
અધ્યાત્મ-સાધનામાં મહાન ઉપયોગી પરા-ભક્તિ (અરિહંત પરમાત્માની શુદ્ધ ભાવ-પૂજા)નું રહસ્ય તથા તેની પ્રાપ્તિના ઉપાયોનો નિર્દેશ આ પ્રમાણે કરવામાં આવ્યો છે –
પ્રથમ ગાથામાં, ‘ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આતમા તેહવો ભાવીએ.' આ પંક્તિ દ્વારા પરા-ભક્તિના પ્રથમ સોપાનરૂપે શુદ્ધ-ધર્મની સ્તુતિ અને પરમાત્મા પ્રભુ સાથે તુલ્યતા-ભાવન કરવાનું સૂચવ્યું છે.
જાતિ જસુ એકતા તેહ પલટે નહિ, શુદ્ધ ગુણ પજ્જવા વસ્તુ સત્તામયી. આ પંક્તિ દ્વારા પ્રભુ સાથે એકતાતન્મયતા સાધવાનું સૂચવ્યું છે.
પ્રભુ સાથે એકમેક-તન્મય બનવાની રુચિ-એ ‘સમ્યગ્દર્શન’ છે, તેના ઉપાયોનું જ્ઞાન એ ‘સમ્યજ્ઞાન' છે અને તન્મયતાનો અનુભવ એ ‘સમ્યક્ચારિત્ર’ છે.
પરાભક્તિ-સમાધિ-મગ્નતા વગેરે પર્યાયવાચી શબ્દો છે.
‘પદસ્થ-ધ્યાન’માં જાપાદિ વડે ‘નામ-અરિહંત' સાથે એકતા સધાય છે.
Jain Education International
For Personal & Private Use Only
----
Ime
www.jainelibrary.org