________________
l
તેરમા સ્તવનનો સાર... પરમાત્માની વિમલતા અનંત છે. એક એક પ્રદેશના અનંતા ગુણો અને અનંતા પર્યાયો છે.
સ્વ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી તે સર્વ ગુણ-પર્યાયોની અસ્તિતા છે પણ પર-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી નાસ્તિતા છે. નાસ્તિપર્યાય પણ દ્રવ્ય-પ્રતિષ્ઠિત છે એટલે પ૨પદાર્થની કે પ૨ ગુણ-પર્યાયની નાસ્તિતા, એ પણ આત્મામાં અસ્તિત્વરૂપે રહેલી છે.
જો , પર-પદાર્થનું નાસ્તિપણું આત્મામાં ન હોય તો આત્મા પરરૂપે બની જાય પરંતુ એમ સંભવતું નથી. માટે સિદ્ધ થાય છે કે પરની નાસ્તિતા પણ અસ્તિત્વરૂપે પ્રત્યેક પદાર્થમાં રહેલી હોય છે.
સિદ્ધ પરમાત્મામાં કે અરિહંત પરમાત્મામાં કેવલજ્ઞાનાદિ અનંત ગુણોની અસ્તિતાનું વર્ણન પૂર્વે થયેલું છે એટલે અહીં નાસ્તિતારૂપ અનંતતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
અસ્તિ-પર્યાય કરતાં નાસ્તિ-પર્યાયની અનંતતા અનંત-ગુણી અધિક છે. જેમ સિદ્ધ જીવોમાં સિદ્ધત્વ, કેવલજ્ઞાન અસ્તિપણે છે અને પુદ્ગલાદિ દ્રવ્યોનો અભાવ તથા તેના ગુણ-પર્યાયો (વર્ણ-ગંધ-રસાદિ)નો અભાવ નાસ્તિપણે રહેલો છે. | તેમ જ, કેવલજ્ઞાન ગુણમાં અમૂર્તવ, ચેતનત્વ, સર્વનેતૃત્વ, અપ્રતિપાતિત્વ અને નિરાવરણત્વાદિ સ્વ-પર્યાયનું અસ્તિત્વ રહેલું છે, તેમ કેવલદર્શનાદિ અનંત ગુણોના સર્વદર્શવાદિ પર્યાયોનો અભાવ હોવાથી તેમનું નાસ્તિત્વ પણ રહેલું છે.
આ પ્રમાણે સર્વ ગુણોના સ્વ-પર પર્યાયની અપેક્ષાએ અસ્તિતા અને નાસ્તિતા પરમાત્મામાં રહેલી છે.
પરમાત્માની અદ્ભુત અનંત નિર્મળતાના આદર અને બહુમાનપૂર્વક જે ચિંતન, મનન અને ધ્યાન કરે છે અને તેમાં જ એકાકાર બની જાય છે, તે તેવા જ પ્રકારની વિમલતાને પ્રાપ્ત કરે છે. કેટલી અદ્ભુત અને આશ્ચર્યકારી આ ઘટના છે !
‘‘જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે'' અર્થાત્ જિનેશ્વર પરમાત્માના સ્વરૂપમાં તન્મય બનીને-પોતાના આત્માને જિનેશ્વરથી અભિન્ન માનીને જે જિનેશ્વરનું ધ્યાન કરે છે, તે અવશ્ય જિનેશ્વર બને છે.
તેરવે સ્તવન I સાર... परमात्मा की विमलता अनन्त है । एक-एक प्रदेश में अनन्त गुण और अनन्त पर्याय हैं । स्व द्रव्य, क्षेत्र, काल और भाव से उन सब गुण-पर्यायों की अस्तिता है और पर द्रव्य, क्षेत्र, काल और भाव से नास्तिता है । नास्तित्वरूप पर्याय भी द्रव्य प्रतिष्ठित है अर्थात् परपदार्थ की या परगुण-पर्याय की नास्तिता भी आत्मा में अस्तित्वरूप से रही हुई है। यदि पर पदार्थ का नास्तित्व आत्मा में न हो तो आत्मा पररूप बन जाय ! परन्तु ऐसा सम्भव नहीं है । अतः सिद्ध होता है कि पर का नास्तित्व भी अस्तित्त्व रूप में प्रत्येक पदार्थ में रहा हुआ है ।
सिद्ध परमात्मा या अरिहन्त परमात्मा के केवलज्ञानादि अनन्त गुणों की अस्तिता का वर्णन पहले किया जा चुका है अतः यहां नास्तितारूप अनन्तता का स्वरूप बताया गया है ।
अस्ति-पर्याय की अपेक्षा नास्ति-पर्याय की अनन्तता अनन्तगुणी अधिक है । जैसे सिद्ध जीवों में सिद्धत्व, केवलज्ञान अस्तिरूप में है और पुद्गलादि द्रव्यों का अभाव तथा उनके गुण पर्यायों (वर्ण-गंध रसादि) का अभाव नास्तिरूप में रहा हुआ है।
इसी तरह केवलज्ञान गुण में अमूर्तत्व, चेतनत्व, सर्वनेतृत्व, अप्रतिपातित्व, निरावरणत्व आदि स्वपर्यायों का अस्तित्त्व रहा हुआ है वैसे ही केवलदर्शनादि अनन्त गुणों के सर्वदर्शित्व आदि पर्यायों का अभाव होने से उनका नास्तित्व भी रहा हुआ है ।
परमात्मा की अद्भुत अनन्त निर्मलता का जो आदर और बहुमानपूर्वक चिन्तन, मनन एवं ध्यान करता है और उसमें ही एकाकार बन जाता है वह उसी प्रकार की विमलता को प्राप्त करता है । कितनी अद्भुत और आश्चर्यकारी यह बात है ।
जिन स्वरूप थई जिन आराधे, ते सही जिनवर होवे रे । अर्थात् जिनेश्वर परमात्मा के स्वरूप में तन्मय बनकर और अपनी आत्मा को जिनेश्वर से अभिन्न मानकर जो जिनेश्वर का ध्यान करता है, वह अवश्य जिनेश्वर बनता है ।
સ્તવનમાં આપેલા ચિત્રોનું વિવરણ. ૧૩(૧) શ્રી વિમલનાથ ભગવાન
- ૧૩(૨) શ્રી બલસાણા તીર્થપતિ વિમલનાથ ભગવાન ૧૩(૩) અવંતીસુકુમાલ મુનિને શિયાળણી દ્વારા ઉપસર્ગ કરાતો હોવા છતાં મુનિ ધ્યાનમાં નિશ્ચલ, જુઓ ગાથા - ૫
s
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org
૨૬૭.