________________
अर्थ : साधक आत्मा महान् पुण्योदय से प्राप्त हुए वीतराग प्रभु के दर्शन से अत्यन्त हर्षित बनकर उनकी प्रभुता की स्तुति करते हुए कहता है, "समाधि-समतारस के भंडार श्री सुविधिनाथ प्रभु की प्रशान्त मुद्रा के दर्शन से अनादिकाल से भूले हुए मेरे आत्मस्वरूप की मुझे पहचान हुई । सर्व प्रकार के राग-द्वेषादि विभाव तथा बाह्य (धन-धन्यादि) उपाधि से मन निवृत्त हुआ और आत्म सत्ता की साधना के मार्गरूप सम्यग्दर्शन, सम्यग्ज्ञान, सम्यक् વારિત્ર મેં પ્રવૃત્ત દુલા !”
सचमुच ! परमात्मा की प्रशांत मुखमुद्रा के दर्शन से परमात्मा के यर्थाथ स्वरूप की पहचान होती है और उसके द्वारा आत्मस्वरूप की भी पहचान होती है ।
અર્થ : સાધક આત્મા મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલા વીતરાગ પ્રભુના દર્શનથી અત્યંત હર્ષિત બની તેમની પ્રભુતાની સ્તુતિ કરતાં કહે છેસમાધિ-સમતારસના ભંડાર શ્રી સુવિધિનાથ પ્રભુની પ્રશાંત મુદ્રા જોવાથી અનાદિ કાળથી ભુલાયેલા મારા આત્મસ્વરૂપની મને ઓળખાણ થઈ, સર્વ પ્રકારના રાગ-દ્વેષાદિ વિભાવ તથા બાહ્ય(ધન-ધાન્યાદિ) ઉપાધિથી મન નિવૃત્ત થયું અને આત્મ-સત્તાની સાધનાના માર્ગરૂપ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યચારિત્રમાં પ્રવૃત્ત થયું.''
ખરેખર ! પરમાત્માની પ્રશાંત મુખ-મુદ્રાનાં દર્શનથી પરમાત્માના યથાર્થ સ્વરૂપની ઓળખાણ થાય છે અને તે દ્વારા આત્મ-સ્વરૂપની પણ ઓળખાણ થાય છે. | સ્વો. બાલાવબોધઃ હવે, શ્રી સુવિધિનાથ પરમાત્માની સ્તુતિ કરે છે- કોઇક ભવ્ય જીવ અનાદિ કાલનો મિથ્યાત્વ, અસંયમ, કષાય, યોગરૂપ દ્રવ્ય-ભાવ હેતુપર્ણો પરિણમ્યો, અકેંદ્રિય સૂક્ષ્મ-બાદર તથા બેંદ્રી, તેંદ્રી, ચૌરિંદ્રી, પંચેંદ્રીપર્ણ અનંતા ભવ સુધી ભવ-ચક્રમાં ફરતો, અનેક કુદેવની વાસનાયે વાસિત થકો કુદેવને દેવ-બુદ્ધિએ માનતો અથવા સુદેવ જે શ્રી વીતરાગ, તેહને કર્તૃત્વપ્રમુખ દોષ માનતો થકો કોઇ કાર્લ શ્રી વીતરાગ પ્રભુની પ્રભુતા દીઠી નહીં.
- તે કેવાફેંક ભવ-સ્થિતિનો પરિપાક કરી, કોઇક પુણ્યના ઉદર્વે શ્રી સુવિધિનાથ પરમેશ્વરની મુદ્રા દીઠી, તે પણ અરૂપી અનંત-ગુણ પ્રભુતાપણે શ્રદ્ધાન-ભાસન ગોચર થઈ. તે શ્રી અરિહંતની પ્રભુતા દેખીને ઉલ્લસિત ચિત્તે તે ભવ્ય જીવ શ્રી વીતરાગની ઉપકારતા પામ્યો, તેવારેં તે પ્રીતે હર્ષથી બોલે છે જે, દીઠો કેતાં ભાસનપણે પ્રતીત સહિત સુવિધિનાથ પ્રભુજી દીઠો. - પણ, તે કેહવો દીઠો ? જે સમાધિ કેતાં આત્મ-ગુણનું વિપરીત પ્રવર્તન તે ઉપાધિ અથવા વિષય-કષાયને અનુયાયિ જે પ્રવર્તન તે પણ ઉપાધિ તથા જે તપ્ત-ઉદ્ધત-વક્રતા-પરિણામાદિક સર્વ વિભાવ તે પણ ઉપાધિ, તેને નિવૃત્તે સકલ ગુણ સ્વરૂપ-પરિણામી થયે જે આત્મ-ગુણની વસ્તુ-ગોં સ્થિરતા તે સમાધિ, તેહનો રસ, તેણે કરી ભર્યો કેતાં સંપૂર્ણ એટલે પરમ સમાધિમયી શ્રી સુવિધિનાથ દીઠો.
તે દીઠાથી એક મોટો લાભ થયો. તે શું લાભ થયો ? તો કે, ભાસ્યો કેતાં જાણપણામાં આવ્યો. પોતાના આત્માનું સ્વરૂપ તે શુદ્ધચિદાનંદલક્ષણ જાગ્યું. જે અનાદિ-અતીત કાલનો વિસર્યો-ભૂલી ગયો હતો, તે શ્રી પ્રભુ દીઠાં ભાસ્યું.
તેથી, સકલ કેતાં સર્વ, જે વિભાવ દોષ આત્મિક અશુદ્ધતારૂપ જે ઉપાધિ તેહ થકી મન કેતાં ચિત્ત, ઓસર્યો કેતાં પાછો હઠયો, જે ‘એ વિભાવ પરિણતિ હું નહીં તથા વિભાવ પરિણતિનો હું કર્તા પણ નહીં. એ મુને કરવું, ભોગવવું, પરિણમવું ઘટે પણ નહીં.”
- તે જેટલી ક્ષયોપશમી આત્મ-પરિણતિ, તે સર્વ રાગ-દ્વેષ-અસંયમથી નિવૃત્તવા લાગી અને સત્તા કેતાં જે અનંત ગુણરૂપ આત્માની સત્તા, તેહના સાધનની રીત કેતાં ચાલ-માર્ગ, તે સમ્યકજ્ઞાન, સમ્યદર્શન, સમ્યગુચારિત્રરૂપ જે આત્મિક કાર્ય, તે માર્ગ ભણી એ ભવ્ય જીવ પરિણમ્યો એટલે જેથી આત્મ-સત્તા પ્રગટ થાય, તે માર્ગ ભણી એ આત્મા સંચર્યો કેતાં પ્રવર્યો.
| ત્તિ પ્રથમ+TTયાર્થ: || 9 ||
Jain Education International
For Personeerivate Use Only
www.jainelibrary.org