________________
ઇહાં કોઇ પુછશે જે, ‘એવંભૂત' મોક્ષને વિષે કેમ કહેતા નથી ?
તેને ઉત્તર જે, મુક્ત આત્મા તો સિદ્ધ છે તેને નવું કાંઇ નીપજાવવું નથી અને અયોગીને તો સિદ્ધતા નિપજાવવી છે. માટે જેટલું કાર્ય અધુરું તેટલી સાધના કહીયેં અને જે સાધના તે સેવા છે માટે સાધનાનો અંત ‘અયોગી કેવલી’ છે.
તેથી ઉત્સર્ગ ભાવ-સાધના તે ‘અયોગી કેવલી’ ગુણઠાણે કહી અને સિદ્ધનો ‘એવંભૂત' તે મુક્ત આત્મા છે.-એ રીતેં સાધના ઓલખાવી. એ ઉત્સર્ગ સેવનાના સાત નય કહ્યા.
હવે એનું સ્વરૂપ બતાવે છે જે, એ સાધનતા કહેતાં સાધના કરતાં, જે નિજ ગુણ કેતાં પોતાના આત્માના ગુણ, તેનું વ્યક્તિ કેતાં પ્રગટપણું, તેહ સેવના કહેતાં આત્મ-સેવના, વખાણ કેતાં કહો. એટલે જેટલી સાધના તેટલી ‘અપવાદ-સેવા' જાણવી અને તે સાધના કરતાં-કરતાં જેટલી-જેટલી નવી આત્મ-શક્તિ પ્રગટવાની કારણતા સહિત જે આત્મ-શક્તિ પ્રગટે તે ‘ઉત્સર્ગ ભાવ-સેવા’ જાણવી અને શુદ્ધ નિષ્પન્ન સિદ્ધ અવસ્થા તે સાધ્ય છે અને જે પ્રગટ શુદ્ધ આત્મ-ધર્મપણે આત્મ-સંપૂર્ણતાને કારણપણે થતી સેવા તે ‘ઉત્સર્ગ ભાવ-સાધના” જાણવી ! - જે ઉત્સર્ગ ભાવ-સાધના, તે કાર્ય છે અને નિમિત્તાલંબી અપવાદ ભાવ-સેવા તે કારણ છે. શેષ સર્વ, દ્રવ્ય-સેવનાનું [(પ્રત્યંતરે) શેષ દ્રવ્યસેવા તે ભાવસેવાનું કારણ છે.-એ રીતેં કારણ-કાર્યભાવ જોડવો.
| ત 1ણમાંથાર્થ: || ૮ ||
कारण भाव तेह अपवादें, कार्यरूप उत्सर्गे जी। आत्म भावतेभाव द्रव्य पद, દ્વારા પ્રવૃત્તિ નિઃાકીદ
श्रीचंद्रप्रभ.॥५॥ OXXXXXXXXXXXXXXXXXXXXXXXX
DOWNLOAD
अर्थ : प्रस्तुत विषय में कारणभाव अर्थात् अरिहन्त-सेवा आत्मसाधना का मुख्य कारण होने से उसे अपवाद भावसेवा कहा जाता है और श्री अरिहन्त की सेवा से जो स्वगुण निष्पत्ति-उत्पत्तिरूप कार्य होता है वह उत्सर्ग भावसेवा है । इस प्रकार कारण-कार्यभाव का सम्बन्ध जानना चाहिए । उत्सर्ग अर्थात् पूर्ण निर्मल-निर्दोषभाव । उसका अर्थ यहाँ आत्मभाव लेना चाहिए । वन्दन-पूजनादि की बाह्य प्रवृत्ति, यह द्रव्यसेवा है ।
અર્થ : પ્રસ્તુત વિષયમાં કાર્ય-કારણભાવ એટલે અરિહંત-સેવા એ આત્મ-સાધનાનું મુખ્ય કારણ હોવાથી તેને ‘અપવાદ ભાવ-સેવા' કહેવાય છે અને શ્રી અરિહંતની સેવાથી જે સ્વ-ગુણ નિષ્પત્તિ-ઉત્પત્તિરૂપ કાર્ય થાય છે તે ‘ઉત્સર્ગ ભાવ-સેવા' છે. આ રીતે કારણ-કાર્યભાવનો સંબંધ જાણવો. ઉત્સર્ગ એટલે પૂર્ણ-નિર્મલ-નિર્દોષભાવ તેનો અર્થ અહીં આત્મ-ભાવ લેવાનો છે. અને વંદન-પૂજનાદિની બાહ્ય પ્રવૃત્તિ એ ‘દ્રવ્ય-સેવા’ છે.
સ્વો, બાલાવબોધઃ ઇહાં જેટલો કારણભાવ કહેતાં કારણપણો તે સર્વ ‘અપવાદૈ” જાણવો અને જેટલું કાર્ય જે સ્વગુણ-નિષ્પત્તિ તેટલો ‘ઉત્સર્ગ' જાણવો. એ ઉત્સર્ગ તથા અપવાદનાં લક્ષણ તથા ફેલાવણી સર્વ બૃહત્કલ્પભાગમાંથી તથા તેની ટીકાથી વિસ્તારપણે જોઈ લેજો.
જેટલો આત્મિક ભાવધર્મ પ્રગટ્યો તે ‘ભાવ-નિક્ષેપો' અને જેટલું બાહ્ય પ્રવર્તન તે ‘દ્રવ્ય-નિક્ષેપો’ જાણવો. એવી શ્રી ચંદ્રપ્રભ સ્વામીની સેવાર્થે જે હલિયા તે આત્મ-ધર્મ સંપૂર્ણ વરે.
| તિ નવમથાર્થ: || ૬ ||
www.ainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only - ૧૮૩