________________
સ્મરણ જાગ્રત થવાથી આત્મા સ્વ-સત્તાવલંબી બને છે તે ‘સંગ્રહ-નયે’ ઉત્સર્ગ ભાવ-સેવા છે.
(૩) અપ્રમત્ત-દશા પ્રાપ્ત થતાં જ્યારે આત્માની ગ્રાહક્તા-વ્યાપક્તા-ભોક્નતા-કર્દ્રતા આદિ સર્વ શક્તિઓ આત્મ-સ્વરૂપમાં પ્રવૃત્ત થાય છે ત્યારે અંતરંગ વ્યવહાર વસ્તુ-સ્વરૂપની અપેક્ષાએ થાય છે આ અવસ્થા ‘વ્યવહાર-નવે’ ઉત્સર્ગ ભાવ-સેવા છે. આ મુનિ-પદનો ભાવ અતિશય પ્રશંસનીય છે.
સ્વો. બાલાવબોધ : હવે ‘ઉત્સર્ગમાર્ગે' ભાવ-સેવનાના સાત નર્યો કરી સાત ભેદ કહે છે, ઇહાં જેટલું આત્મ-ધર્મરૂપ સ્વ-કાર્ય નીપજે છે તે ‘ઉત્સર્ગ-સેવા' કહિયેં એટલે કરવા યોગ્ય જે કાર્ય, તે ઉત્કૃષ્ટ કરવું.
પણ તેમાં જેટલી ઉણતા હોય તે માટે નય ફલાવવા જોઇયેં તે ફલાવી દેખાડે છે –
(૧) જેવારેં આત્માનો શંકાદિ પાંચ અતિચારરહિત, ક્ષાયિક- આત્મિક તત્ત્વ-નિર્ધારરૂપ ‘શુદ્ધ સમકિત’ ગુણ પ્રગટ્યો તેવારેં એ સાધક આત્માનો એક અંશે પ્રભુતાનો ગુણ પ્રગટ્યો. તેથી આત્માનું એક અંશે કાર્ય થયું તે માટે “નૈગમ-નય” ઉત્સર્ગ ભાવ-સેવા થઇ.
ઇહાં કોઇ પૂછશે જે-ગુણ નિપજ્યાં તેને સેવા કેમ કહો છો ?
તેને ઉત્તર જે-તન્મયપણે થઇ રહેવું એ જ સેવનાનો અર્થ છે. તે છતાં તન્મયપણું થયું છે અથવા યદ્યપિ ગુણ તો પ્રગટ્યો પણ હજી આત્માના અનંતા ગુણનો સાધક છે માટે એને સેવના કહી છે.
જેટલું ઉપાદાન-કારણપણું તેટલું ઉત્સર્ગ-સાધન છે તે માટે એને ‘ઉત્સર્ગ ભાવ-સેવા’ ગવેષી છે. उक्तं च आप्तमीमांसायाम् - ‘૩વવાdi ૩સો | નિમિત્તHવવાર સુદ્ધવારિ ||'' અર્થ : ઉપાદાન એ ‘ઉત્સર્ગ’ છે અને શુદ્ધ દેવરૂપી નિમિત્ત એ ‘અપવાદ' છે. એ ટીકા મળે છે. તેથી ઉપાદાનનિષ્પત્તિ તે ‘ઉત્સર્ગ-સેવા' જાણવી !
ઇહાં આત્માના અનંત ગુણ છે તેમાંથી એક ‘સમકિત’ ગુણ પ્રગટ્યો તે આત્માનો એક અંશ પ્રગટ્યો. તેથી જ એ ‘નગમ-નર્દે’ ઉત્સર્ગ ભાવસેવા થઇ અને એથી જ ઉત્સર્ગ આત્મ-ગુણ ‘પ્રભુતા' પણ પ્રગટી..
(૨) જેવારેં તે ભાવ-મુનિયે યદ્યપિ પોતાની આત્મ-સત્તા આવરી છે તો પણ જે છતી હતી તેને નિર્ધાર કરીને ભાસનગત કરી. તે હવે સ્વસત્તાલંબી શુદ્ધ ધર્મમયી થયો. તેથી જ ‘આત્મસત્તા' ભાસન-રમણ-એકત્વસત્તા સન્મુખ થકો રહે એટલે એ જીવ આજ સુધી સ્વ-સત્તાલંબી થયો નહીં તે થયો. એટલું ઉપાદાન સમર્યું માટે ‘સંગ્રહ-નર્યો’ ઉત્સર્ગ ભાવ-સેવા કહિયેં.
| (૩) જેવારે તે સાધક જીવ અપ્રમત્ત-મુનિરાજ અવસ્થા પામીને ઉપાદાન-કારણતા સર્વ સ્વરૂપાલંબી કરી તે અવસ્થા આત્માની પરિણામપ્રવૃત્તિ-ગ્રાહકતા-વ્યાપકતા-ભોક્નતા-કર્તા-આદિક સર્વ સ્વરૂપે વલગી. તેવારેં અંતરંગ વસ્તુ-ગત જે વ્યવહાર તે વસ્તુ-સ્વરૂપે થયો તે ‘વ્યવહાર-નય' ઉત્સર્ગ ભાવ-સેવના કહિયેં. એ મુનિ-પદનો જે ભાવ તેહને પ્રશંસે કહેતાં વખાણે.
_|| ડૂત પ થાર્થઃ || ૬ ||
ऋजुसूत्रे जे श्रेणिपदस्थे, आतमशक्ति प्रकाशेजी। यथाख्यात पद शब्द स्वस्यें, शुद्ध धर्म उल्लासे जी॥
થાક.છી
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only
૧૮૦