________________
प्रभुजीने अवलंबतां, निज प्रभुता हो प्रगटे गुण राश। ‘દેવચંદ્ર’ની ખેવના, आपे मुझ हो अविचल सुखवास || ઋણબોધી
अर्थ : इस प्रकार श्री अरिहंत परमात्मा का अवलम्बन लेने से अपनी अनन्त गुण-पर्यायमय प्रभुता प्रकट होती है । सचमुच ! देवों में चन्द्र समान श्री अरिहंत परमात्मा की सेवा-भक्ति मुझे अविचल सुखवास अर्थात् मोक्ष-पद देनेवाली है । 'देवचन्द्र' पद से स्तुतिकर्ता ने अपना नाम भी सूचित किया है । आगे भी ऐसा ही समझना चाहिए ।
અર્થ : આ રીતે શ્રી અરિહંત પરમાત્માનું આલંબન લેવાથી પોતાની અનંત ગુણ-પર્યાયમય પ્રભુતા પ્રગટે છે. ખરેખર ! દેવોમાં ચંદ્ર સમાન શ્રી અરિહંત પરમાત્માની સેવા-ભક્તિ મને અવિચલ સુખ-વાસ એટલે મોક્ષ-પદ આપનાર છે. ‘દેવચંદ્ર’ પદથી સ્તુતિ-કર્તાએ પોતાનું નામ પણ સૂચવ્યું છે. આગળ પણ એ જ રીતે સમજવું.
સ્વો. બાલાવબોધ ઃ એ રીતેં પ્રભુજીને અવલંબતાં કહેતાં આશ્રયતાં, પોતાની પ્રભુતા અનંત ગુણ-પર્યાયરૂપ પ્રગટે-નિરાવરણ થાએ. ગુણનો રાશિ-સમૂહ સર્વ વ્યક્ત થાય. તે માટે ‘દેવ’ જે ચાર નિકાયના દેવતા અથવા નરદેવાદિક તે માંહે ચંદ્રમા સમાન શ્રી અરિહંત દેવ. તેહની સેવનાભક્તિ દ્રવ્યથી તથા ભાવથી કરવી.
તે આપે કહેતાં દે, મુને અવિચલ-સુખ અવ્યાબાધ-સુખ, તેહનો વાસ કહેતાં રહેવું એટલે ભાવાર્થ એ જે, શ્રી પરમાત્મા પરમ પુરુષોત્તમ અરિહંતની સેવના એટલે અસંયમ-આસ્રવત્યાગ-સંયમ- સંવરૂપ પરિણમન તે સેવના કહિયેં,
उक्तं च
“બાળારી મત્તો બળાòર્ડનો સો ગમન્નોત્તિ ।।'' કૃતિ ||
અર્થ : “પ્રભુની આજ્ઞાનો પાલક જ ‘ભક્ત’ છે અને પ્રભુની આજ્ઞાનો ભંજક તે ‘અભક્ત’ છે.’’
તથા અરિહંત પ્રભુ પોતેં તો પોતાની સેવનાના અર્થી નથી પણ સર્વ જીવોને સ્વ-હિત ક૨વા વાસ્તે એહી જ કરવું છે. અને અરિહંત-આજ્ઞા તે કોઈને હુકમ મનાવવો નથી પણ શ્રી અરિહંત દેવે કેવલજ્ઞાનેં દીઠું જે- સર્વ જીવોને પોતાનાં જ્ઞાન-દર્શન-ચારિત્ર તે પરમાનંદ હેતુ છે - તે માટે જે રીતેં જ્ઞાન-દર્શન-ચારિત્ર નીપજે તે માર્ગ ઉપદેશ્યો. તે પ્રમાણે વર્તવું તે અરિહંતની સેવના કરતાં નિશ્ચલ મોક્ષ-પદ સર્વ ઉત્તમ જીવ પામે.
માટે પ્રભુજીની ‘સેવા’ તે અવિચલ સુખ આપે. તે કારણે સર્વ ભવ્ય જીવે સકલ સંસાર-કાર્ય તજી સર્વ ૫૨-ભાવથી નિઃસ્પૃહી થઈને એક પરમોપકારી તત્ત્વોપદેશી ધર્મ-નાયક શ્રી અરિહંત દેવની સેવના કરવી.
Jain Education International
।। કૃતિ પણથાર્થઃ || ૬ ||
।। રૂતિ પ્રથમ શ્રી પઝિન સ્તવનમ્ || 9 ||
For Personal & Private Use Only
૫૬
www.jainelibrary.org