________________
अथ सप्तम श्रीसुपार्श्वजिन स्तवनम्
| હો મુંદ્ર તપ સરઘુ-
શt ||
| 15 પ્રશસ્તિ || સ્વો. બાલાવબોધ : હવે શ્રી સુપાર્શ્વ પ્રભુને સહજ ધર્મરૂપ તત્ત્વ-સંપદાપણે સ્તવે છે, જગતના જીવ પુદ્ગલાનંદી છે. તે નવા યુગલને લેવે કરી આનંદ પામે છે પણ તે પુદ્ગલસંયોગજન્ય સુખ તથા દુ:ખ તે આત્મહિત નહીં, વિભાવ છે માટે.
અનેજે આત્માનું સહજ સુખ, તે આત્મ-ધર્મ છે- એ રીતેં આગમ મધ્યે ઉપદેશ છે તે કહે છે જે, આત્માના અનંતા ગુણ છે. તે ગુણગુણનું સુખ જુદું જુદું છે અને એક અવ્યાબાધ સુખરૂપ આત્મ-ધર્મ જુદો છે-એક એહવી વ્યાખ્યા છે.
તથા, આત્માના જ્ઞાન-દર્શનરૂપ ગુણ મૂલ ગુણ છે અને વીર્યાદિક સર્વ તે ગુણની પ્રવૃત્તિરૂપ ધર્મ છે- એક એવી પણ વ્યાખ્યા છે. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાન, લાભ, ભોગ, ઉપભોગ ઈત્યાદિક અનંત ગુણ આત્માને વિષે છે. તથા, વિશેષાવશ્યકમાં કહ્યું છે -
"क्षायिकसम्यक्त्व-केवलज्ञान-केवलदर्शन-सिद्धत्वानि पुनः सिद्धावस्थायामपि भवन्ति । अन्ये तु दानादिलब्धिपञ्चकं चारित्रं सिद्धस्यापीच्छन्ति, तदावरणस्य तत्राप्यभावात्, आवरणाऽभावेऽपि च तदसत्त्वे क्षीणमोहादिष्वपि तदसत्त्वप्रसङ्गात्, ततस्तन्मते चारित्रादीनां सिद्धावस्थायामपि सद्भाव ः। पुनस्तत्त्वार्थे पुनरप्यादिग्रहणं कुर्वन् ज्ञापयति ।।
अत्राऽनन्तधर्मात्मकतयाऽशक्या ः प्रस्तारयितुं सर्वे धर्माः प्रतिपदमप्रवचनज्ञेन तु पुंसा यथा सम्भवमायोजनीयाः, क्रियावत्वं-पर्यायोपयोगिताप्रदेशाष्टकनिश्चलता एवं प्रकाराः सन्ति भूयांस :। अपि समुच्चये। एवं प्रकारा अनादिपारिणामिका भवन्ति जीवस्य भावाः।" | અર્થ : ક્ષાયિક સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વ તો સિદ્ધાવસ્થામાં પણ હોય છે. બીજાઓ તો દાનાદિ લબ્ધિ-પંચકવાળું ચારિત્ર સિદ્ધોને પણ માને છે કારણ કે તેના આવરણનો ત્યાં પણ અભાવ છે અને આવરણના અભાવમાં પણ તે ન હોય તો ક્ષીણમોહાદિમાં પણ તેના અભાવનો પ્રસંગ(આપત્તિ) આવશે. તેથી તેઓના મતે ચારિત્રાદિનો સભાવ સિદ્ધાવસ્થામાં પણ હોય છે. ફરીથી તે (ચારિત્ર) પણાને માટે ‘પુનરપિ' વગેરેનું ગ્રહણ કરતા થકા જણાવે છે.
અહિં અનંતધર્માત્મકપણાને કારણે સર્વ ધર્મો પૃથક-પૃથક્ શબ્દથી પ્રસારિત કરવા માટે અશક્ય છે. (તેથી) જૈન શાસન(જેનદર્શન)થી અનભિજ્ઞ પુરુષ વડે યથાસંભવ તેઓ(ધર્મો)નું યોજન કરવા યોગ્ય છે. ક્રિયાવત્વ, પર્યાયોપયોગિતા, પ્રદેશાષ્ટકનિશ્ચલતા- આ પ્રમાણે ઘણા ધર્મો છે. ‘' શબ્દ અહિ સમુચ્ચય અર્થમાં છે. આ રીતે જીવના ભાવો અનાદિ પરિણામવાળા છે.
ઈહાં જીવને વિષે અનંતા ધર્મ જુદા-જુદા કહ્યા.
Jain Education International
For Pea
www.ainelibrary.org
Private Use Only