________________
-
વખાણાયું છે.’
વલી, દર્શન કહેતાં હે પ્રભુજી ! તારું દેખવું અથવા શુદ્ધ શ્રદ્ધા, તે જે જીવ શબ્દ-નર્યો કરે તે જીવનો ‘સંગ્રહ-નય’ તે ‘એવંભૂત' થાય. કારણ ?
જે સર્વ જીવ સંગ્રહ-નમેં સિદ્ધ સમાન છે તે જેવારે પોતાના સર્વ આવરણ ક્ષય કરી સંપૂર્ણ સિદ્ધ થાય તેવારે એવંભૂનમેં સિદ્ધ કહિયે છયે. તે માટે સંગ્રહ તે એવંભૂત થાય. ઈહાં નયનું સ્વરૂપ-સંક્ષેપ કહિયે છેમેં -
સત્તાપ્રાણી સંપ્રદ:'-વસ્તુની સત્તાને ગ્રહે તે સંગ્રહ-નય કહિયે. અને, વસ્તુના નામ પદનો જે અર્થ, તેપણે પરિણમ્યો,વેદ્ય-સંવેદ્યપદે ભાવ-નિક્ષેપે, તે શબ્દ-નય કહિયે. વલી, સકલ-પર્યાય-પરિણામિક્તારૂપ પ્રગટપણે સંપૂર્ણ વસ્તુ તે એવંભૂત-નય કહિયે. એટલે, (૧) તાહરું દર્શન-જે દેખવું તે અંતરંગ અરિહંતના સ્વરૂપભાસન આસ્વાદન સહિત પ્રભુતાનું અવલોકન તે ‘શબ્દ-નર્યો’ પ્રભુનું દેખવું થયું. (૨) યોગની ચપલતા તથા ઉપયોગ અન્ય કાર્યનો, માત્ર એકલું ચક્ષુ-ઇંદ્રિયૅ કરી પ્રભુ-મુદ્રાનું જોવું તે “નૈગમ-નયે’ પ્રભુ દીઠા. (૩) વંદન-નમન-આશાતનાવર્જનપણે જે પ્રભુ-મુદ્રા તથા પ્રભુના શરીરનું દેખવું તે ‘વ્યવહાર-નયે” પ્રભુ દીઠા.
(૪) યોગ તથા વિકલ્પરૂપ ઉપયોગ પ્રભુના ગુણનો અને સર્વ ઈંદ્રિયૅ પ્રભુને જોવે-સ્તવે-એકાગ્ર કરે-ચપલતા મટાવે તથા હર્ષ સહિત પ્રશસ્ત-રાગની મુખ્યતાÁ જોવે-સ્તવે તે ‘ઋજુસૂત્ર-નયે' પ્રભુ દીઠા.
(૫) અંતરંગ પરિણામ પરિણતિ, ચેતનાનું આકર્ષણ તથા શ્રી વીતરાગની વીતરાગતાયે યોગ સર્વ, પ્રભુ-મુદ્રા તથા પ્રભુનું શરીર તિહાં વળગ્યા. અંતરંગ આત્મ-સત્તા પ્રગટ કરવારૂપ સાધ્ય-રુચિ થયો થકો પ્રભુની પ્રભુતાનું તત્ત્વ-સંપદારૂપ અવલોકન તે ‘શબ્દ-નર્કે’ પ્રભુજી દીઠા.
એ રીતેં શ્રી પ્રભુજીને દેખે તે નિયમા સ્વ-સત્તા પ્રગટ કરે માટે એ નિમિત્ત-કારણરૂપ પ્રભુ-દર્શન જાણવું. એમ, સમ્યકત્વના પણ નય કરીને શબ્દનમેં જે શુદ્ધ-શ્રદ્ધારૂપ સમકિત તે સંસારી જીવની સત્તા-પ્રાગુભાવનું કારણ છે.
|| ત પ્રથમ-દ્વિતીયા યાર્થઃ || ૧-૨ //
बाजे वृक्ष अनंततारेलाल, પમેરે મૂ-ઝકોળ ,વાત ! तिम मुज आतम संपदारे लाल, प्रगटे प्रभु संयोगरे वालेसर।।
તુઝ. .
अर्थ : बीज में अनन्त वृक्षों को उत्पन्न करने की शक्ति रही हुई है तथापि उसे भूमि (मिट्टी), जल आदि का संयोग मिलता है तो ही वृक्ष उग सकता है । उसी तरह मेरी आत्मा में सत्ता की अपेक्षा से अनन्त ज्ञानादि सम्पत्ति रही हुई है परन्तु उसका प्रकटीकरण श्री अरिहन्त परमात्मा के दर्शन के संयोग से ही होता है ।
અર્થ : બીજમાં અનંત વૃક્ષો ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે છતાં પણ તેને માટી અને પાણીનો સંયોગ મળે તો જ વૃક્ષ ઊગે છે. તેમ મારા આત્મામાં સત્તાએ અનંત જ્ઞાનાદિ સંપત્તિ રહેલી છે પરંતુ તેનું પ્રગટીકરણ શ્રી અરિહંત પરમાત્માના દર્શનના સંયોગથી જ થાય છે.
સ્વો. બાલાવબોધ : હવે કારણ-કાર્ય ભાવ કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
9YX