________________
शुद्ध मार्गे वध्यो साध्य साधन सध्यो, स्वामि-प्रतिछंदे सत्ता माराधे। आत्मनिष्पत्तितेमसाधनानबिटके वस्तु उत्सर्ग आतम समा॥ |
પૃષ્ઠો.
__ अर्थ : पूर्वोक्त रीति से शुद्ध साध्य के प्रधान साधनभूत स्वभाव-रमणता के शुद्ध मार्ग पर आगे बढ़ता हुआ साधक श्री सुमतिनाथ भगवान के समान ही अपनी आत्मसत्ता को प्रकट करता है । जब आत्मा सम्पूर्ण शुद्ध समाधि अवस्था को पाकर सिद्ध-पद को प्राप्त करता है तब साधन का कार्य पूर्ण हो जाने से साधना विरत हो जाती है।
અર્થ : પૂર્વોક્ત રીતે શુદ્ધ સાધ્યના પ્રધાન સાધનભૂત સ્વભાવ-રમણતાના શુદ્ધ માર્ગે આગળ વધતો સાધક શ્રી સુમતિનાથ ભગવાનના જેવી જ પોતાની ‘આત્મ-સત્તા'ને પ્રગટ કરે છે. જ્યારે આત્મા સંપૂર્ણ શુદ્ધ સમાધિ-અવસ્થાને પામી સિદ્ધ-પદને વરે છે ત્યારે સાધનનું કાર્ય પૂર્ણ થઈ જવાથી સાધના વિરામ પામે છે.
સ્વો. બાલાવબોધ : એ રીતે પરિણામિકપણે સમર્યો એ આત્મા, શુદ્ધ મોક્ષ-સાધન માર્ગે વધ્યો. સાધ્ય જે પોતાનો પરમાત્મ-ભાવ, તેહના સાધનનો ઉપાય સંધ્યો થકો સ્વામી જે શ્રી સુમતિ જિન ! તેહને પ્રતિછંદ કહેતાં તેહના જેવી પોતાની સત્તા છે તેને આરાધે કહેતાં નિપજાવે-પ્રભુજી જેવી સત્તા પ્રગટ કરે. નિઃકર્મા, નિર્મલ, શુદ્ધાનંદ-પદ ભોગવે.
| પછી, આત્મા જેમ-જેમ નિષ્પત્તિ કહેતાં નિપજે તેમ-તેમ સાધના કહેતાં કારણપણું, ટકે નહીં એટલે જેમ કાર્ય નિપજે તેમ કારણતા ટલે. કાર્યાન્વયી કારણ છે, કારણ કાંઈ વસ્તુ-ધર્મ નથી. જે વસ્તુ કાર્યને સન્મુખ થાય તે કારણપણે પરિણમે. જેમ કાર્ય નિપજે તેમ તેની કારણતા ધ્વંસ પામે, - એમ આત્મસિદ્ધ સાધના નવિ ટકે. જેવારે વસ્તુ કહેતાં જીવ-પદાર્થ ઉત્સર્ગ રીતેં સંપૂર્ણ આત્મા, પોતાની સમાધિ-પરમાનંદ પામે તેવારે કારણતા રહે નહીં. સિદ્ધપણે વસ્તુનો મૂલ-ધર્મ પ્રગટે તેવારેં સાધનપણું રહે નહીં.
|| ત નવમITયાઃ || ૬ ||
Jain Education International
For Personal & Private Use Only
૧૩ ૨
www.jainelibrary.org