________________
માટે, હે શ્રી સુમતિનાથ પ્રભુ ! તમારી શુદ્ધતા કેહવી છે ?
જે સમય ઉપજે, તે સમયે જ વ્યય પામે છે અને તકવિ કહેતાં તો પણ તેહવો રહે કેતાં મૂલ ધ્રુવ-ધર્મ ન મૂકે એટલે ઉપજે-વિશાસે તે ‘અનિયતા’ અને ધ્રુવ રહે તે ‘નિયતા’-એ બે સ્વભાવ કહ્યા.
તથા એક આત્માને વિષે જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્રગુણ, વીર્યગુણ, દાનગુણ, લાભગુણ, ભોગગુણ, અરૂપીગુણ, અગુરુ-લઘુગુણ, અવ્યાબાધગુણ ઈત્યાદિક અનંતા ગુણ છે તે સર્વ ગુણ ભિન્ન-ભિન્ન છે તેથી ‘અનેકતા’ છે તથા તે સર્વ ગુણ સમુદાયરૂપ છે પણ કેવારેં ભિન્નક્ષેત્રી ન થાય, તે અનંત ગુણ-પર્યાયનો એક પિંડ એહવો આત્મા છે માટે “એકરૂપ',
વલી, પ્રભુજી તમે કેહવા છો ?
જે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, સ્વભાવપણે અસ્તિ છો, તે અસ્તિ-ભાવ કોઈ વારેં ટકતો નથી. તેણે હે પ્રભુ ! તમેં આત્મભાવે રહો છો પણ કોઈ વારૈ અપર કેતાં બીજા દ્રવ્યનો ભાવ કેતાં ધર્મ લેતા નથી માટે ‘સ્માતુ અસ્તિપણે ' છો.
પોતાના ધર્મે રહો છો અને પર-દ્રવ્યનો ધર્મ ‘સ્યાત્ નાસ્તિપણે’ છો. તે કોઈ વારે તેમેં(તેમાં) તે પણે પરિણમતા નથી માટે ‘સાત્ અસ્તિ-નાસ્તિરૂપ’ છો. હવે ઈહાં સપ્તભંગી ઉપજે તે કહે છે –
(૧) ‘સ્વદ્રવ્ય’ તે પોતાના ગુણ અને પર્યાયનો સમુદાય તથા ‘સ્વક્ષેત્ર' તે પોતાનો અગુરુલઘુ સ્વભાવ વિભાગીકૃત અસંખ્યાત પ્રદેશ. ‘સ્વકાલ’ તે ઉત્પાદ-વ્યયરૂપ પ્રવર્નના. ‘સ્વભાવ' તે અનંતા જ્ઞાનના પર્યાય, અનંતા દર્શનના પર્યાય, અનંતા ચારિત્રના પર્યાય, અનંતા અગુરુલઘુ પર્યાય. તેણે ‘સાત્ અસ્તિ'- એ પહેલો ભાંગો થયો..
(૨) પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, પરભાવપણે ‘સ્યાત્ નાસ્તિ'- એ બીજો ભાંગો. (૩) તથા ‘અસ્તિ', ‘નાસ્તિ'-એ બે વસ્તુ-ધર્મે રહ્યા છે માટે ‘સાત્ અસ્તિ' ચા નાસ્તિ’ -એ ત્રીજો ભાંગો થયો.
(૪) એહવા ધર્મ એક વસ્તુમાં એક સમયેં છે અથવા વસ્તુ મધ્યે અનંતા ધર્મ વચનેં ગોચર નહીં એહવા અવક્તવ્ય છે તેથી ‘સાતુ (કથંચિતપણે) અવક્તવ્ય'-એ ચોથો ભાંગો થયો.
(૫) તે અવક્તવ્યપણું ‘અસ્તિ' ધર્મનું પણ છે માટે “સાત્ અસ્તિ-અવક્તવ્ય'-એ પાંચમો ભાંગો થયો. (૬) તે અવક્તવ્યપણું ‘નાસ્તિ’ ધર્મનું પણ છે તે માટે ‘સ્યાત્ નાસ્તિ-અવતવ્ય'- એ છઠો ભાંગો. (૭) એહવો વસ્તુ-ધર્મ સમુદાય પર્યાયપણે ‘સ્યાત્ અસ્તિ-નાસ્તિ યુગપતુ-અવક્તવ્ય' એ પદાર્થ-ધર્મ છે, એ સાતમો ભાંગ થયો. એ સામાન્ચે સપ્તભંગી કહી.
તેમજ નિત્ય તથા અનિત્યની સપ્તભંગી, એક તથા અનેકની સપ્તભંગી, વક્તવ્ય તથા અવક્તવ્યની સપ્તભંગી, ગુણ-પર્યાયની સપ્તભંગી તથા દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિકની સ્તભંગી-એમ અનંતી સપ્તભંગી વસ્તુ-ધર્મ છે.
તે સપ્તભંગીયેં સર્વ પદાર્થ પોતાના સ્વભાવનેં પલટતા નથી. તે કારણે હે પ્રભુજી ! તુમેં અસ્તિ-નાસ્તિપણે છો, સ્વ-ધર્મપણે રહો છો, પર-ધર્મ ગ્રહણ કરતા નથી.
વલી, હે પ્રભુ ! તમેં કેહવા છો ?
તો કે ચઉદ રાજલોકના જેટલા આકાશ-પ્રદેશ છે તેટલા તમારા આત્મ-પ્રદેશ છે એટલે અસંખ્યાત પ્રદેશી છો. પણ તે અસંખ્યાતપ્રદેશનું સ્વરૂપ જે ષગુણ હાનિ-વૃદ્ધિરૂપ, અગુરૂ-લઘુ પર્યાયનું તરતમયોગ-વિભાગપણે રહેવું, શૃંખલા-અવયવની પર્વે જ્ઞાનાદિ ગુણોનું અવસ્થાન-ક્ષેત્ર, ક્ષયોપશમ કાલ, કાર્યાભ્યાસે તરતમતા વગેરે તેમનું સ્વરૂપ કમ્મપયડી વિષે યોગસ્થાન-અધિકારે તથા બૃહત્ કલ્પભાષ્ય મળે સંયમ શ્રેણિ-અધિકારથી જાણજો. તથા ક્ષાયિક-ભાર્થે સર્વ ગુણની સામાન્યતા, પરંતુ અગુરુલઘુ પર્યાયનું તારતમ્ય સદા છે તેથી પ્રદેશ-ધર્મ
અથવા સર્વ ગુણ-પર્યાય તુલ્ય વિભાગેં અસંખ્યાત-પ્રદેશપણે વેહેંચાય તેથી ‘અસંખ્યાત પ્રદેશી છો. પણ કોઈ વારૈ જૂદા ખંડાતા નથી, માટે અખંડરૂપ છો એટલે અસંખ્યાતા-પ્રદેશરૂપ અવયવતા છે પણ ભિન્ન થાય નહીં-તે આશ્ચર્ય જાણવું !
|| ત દ્વિતીયTયાર્થઃ || ૨ //
Jain Education International
For Personal Private Use Only
૧૨૦.
www.jainelibrary.org