________________
(ર)
બીજા દ્રવ્ય સાથે અલિપ્ત છે અને ભાવથી પણ તે પ્રભુ અન્ય દ્રવ્યથી અવ્યાપ્ત છે.
સ્વો. બાલાવબોધ : પ્રભુ તો નિઃકર્મા કેવલી પરમાત્મા છે તથા પરમ કહેતાં ઉત્કૃષ્ટા ઈશ્વર છે એટલે અસંખ્ય પ્રદેશું પરિણામિકપણે રહ્યા અનંતા ગુણ-પર્યાય તેહના ઈશ્વર અથવા સર્વ પ્રકારેં સ્વાધીન નિર્દોષી તેથી પરમેશ્વર.
વલી, કેહવા છે ?
જે વસ્તુગતેં કહેતાં મૂલ વસ્તુ-ધર્મે અલિપ્ત છે એટલે સર્વ જીવ-દ્રવ્ય શુદ્ધ સંગ્રહ-નમેં અલિપ્ત છે પણ કોઈ અન્ય દ્રવ્યથી તથા રાગાદિ પરિણતિથી લેપાય નહીં અને અભિનંદન પ્રભુ તો સર્વ નર્ચે વિશુદ્ધ થયા છે, ટંકોત્કીર્ણ-ચાર્યું પ્રાગુભાવ-ધર્મી થયા છે તે સર્વ રીતે પરથી અલિપ્ત છે. એટલે, જે લેપાય, તે મલે. પણ, લેપાય નહીં તે કેમ મલે ?
હવે છ દ્રવ્ય છે તેનાં નામ કહે છે
(૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય(૪) પુગલાસ્તિકાય (૫) જીવાસ્તિકાય (૬) કાલ. એ છ દ્રવ્ય છે. છ દ્રવ્યમયી લોક છે. અલોકને વિષે એક આકાશ છે. (૧) અસંખ્યાત-પ્રદેશી લોક-પ્રમાણ અરૂપી અક્રિય અચલ અચેતન તથા ચેતન જીવ અને પુદ્ગલ, એ બે દ્રવ્ય જે ગતિ-પરિણામી છે તેને
ગતિનો સહાયી થાય તે ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. અસંખ્યાત-પ્રદેશી લોક-પ્રમાણ, અરૂપી, અચેતન, અક્રિય, સ્થિતિ-પરિણામી એટલે જે જીવ-પુદ્ગલને સ્થિર રહેવાનું સહાય આપે તે અધર્માસ્તિકાય. અનંત-પ્રદેશી લોકાલોક-પ્રમાણ, અરૂપી, અચેતન, અક્રિય અને સર્વ દ્રવ્યો પોતેં અવગાહક-પરિણામી તેને અવગાહનાનું હતું તે
આકાશાસ્તિકાય દ્રવ્ય. (૪) પુદ્ગલ-પરમાણુ, અનંતારૂપી, અચેતન, સક્રિય, પૂરણ-ગલનધર્મમયી, વર્ણ-ગંધ-રસ-સ્પર્શયુક્ત, એક-એક પરમાણુ, એહવા
અનંત પરમાણુ તે સર્વ લોકમાંહે જાણવા પણ લોકથી બાહેર નહીં તે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય. (૫) ચેતના-લક્ષણ (૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્ર (૪) તપ (૫) વીર્ય (૬) ઉપયોગ લક્ષણ અરૂપી સ્વભાવનું કર્તા, અસંખ્યાત
પ્રદેશી એહવું એક જીવ-દ્રવ્ય, તેહવા અનંતા જીવ તે જીવાસ્તિકાય દ્રવ્ય કહિયે. એ પાંચ દ્રવ્યને પ્રદેશનો સંબંધ છે માટે અસ્તિકાય |
કહિયે. તથા, (૬) અપ્રદેશી અરૂપી વર્તનાલક્ષણ નિશ્ચય-નયથી પંચાસ્તિકાયની વર્તનારૂપ અને વ્યવહારથી જ્યોતિશ્વક્રને ચારેં ઓલખાય તે કાલ દ્રવ્ય એ છ દ્રવ્યનાં નામ કહ્યાં.
તેમાં (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાલ-એ ચાર દ્રવ્ય અપરિણામી કોઈથી મિલે નહીં.
અને (૧) જીવ (૨) પુદ્ગલ-એ બે દ્રવ્ય પરિણામી એટલે અન્ય દ્રવ્યથી મિલે. તેમાંહે પુદ્ગલ દ્રવ્ય માંહોમાંહે ખંધપણું પામે અને પરાનુયાયી-હેતુપણે પરિણમ્યો જે જીવ તેને પ્રદેશે કર્મપણે વલગે પણ એક જીવથી બીજો જીવ મલે નહીં અને પુદ્ગલ તો સંસારી જીવથી મલે.
પણ માહરા અભિનંદન પરમેશ્વર તો સિદ્ધ થયા છે, મિથ્યાત્વાદિક હેતુથી મુક્ત થયા છે, તેને પુદ્ગલ લાગી શકે નહીં-એ સ્વરૂપ છે. માટે દ્રવ્યથી દ્રવ્ય મલે નહીં એટલે શુદ્ધ-જીવ તે અશુદ્ધ-જીવથી મલે નહીં !
બીજું પણ મૂલ નયે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યથી મલે નહીં તે દ્રવ્યું તો મલવું નથી. તથાપિ કદાચિત્ ભાડૅ મળે તો પણ ભાવ કહેતાં વસ્તુની મૂલ-પરિણતિ પ્રવૃત્તિરૂપ, તેથી પણ અન્ય જીવો તથા અન્ય પુદ્ગલનું અવ્યાપ્તપણું છે એટલે વ્યાપે નહીં.
જે પર-વ્યાપક્તા તે ઉપાધિથી છે અને પ્રભુ શ્રી અભિનંદન દેવનો ભાવ-ધર્મ તે પરમ નિર્મલ થયો છે. સર્વ સ્વભાવને અનુયાયી થયો છે એટલે કર્તા-ભોક્તા-ગ્રાહક્તા-વ્યાપક્તા-આધારતા-રમણતા-અવસ્થાનતા ઈત્યાદિક સર્વ વરૂપપણે નિપનાં છે. તે કેમ અન્ય દ્રવ્યને વ્યાપે ?
તેથી પ્રભુજીનાં (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાલ (૪) ભાવ-સર્વ શુદ્ધ-ધર્મી છે. એ દ્રવ્યાદિ ચારનું સ્વરૂપ લખે છે// Tયા ||. "दवं गुणसमुदायो, खित्तं ओगाह बट्टणा कालो ।
गुणपज्जाय पवत्ति, भावो निअ वत्थुधम्मो सो ।। १ ।।" इति आगमवचनात् ।।
અર્થ : (૧) ગુણ-પર્યાયનો સમુદાય તે દ્રવ્ય તથા (૨) પ્રદેશાવગાહના તે ક્ષેત્ર અને (૩) ઉત્પાદ-વ્યયની વના તે કાલ તથા (૪). દ્રવ્યના પોત-પોતાના ગુણ-પર્યાયની પ્રવૃત્તિ તે ભાવ. એમ દ્રવ્યાદિ ચારની પરિણતિ તે વસ્તુ-ધર્મ છે. માટે, તે પ્રભુ કેમ મલે ?
| ત્તિ દ્વિતીયTTયા: // ૨ /
Jain Education International
For Personal & 90 Use Only
www.jainelibrary.org