SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતિ આસ્વાદ ઝરાવે છે. અહીં ઉપમેયના સર્વ અંગને ઉપમાન સાથે સરખાવીને વર્ણવાયેલી પૂર્ણોપમા ચિત્તમાં ચમત્કૃતિ સર્જે છે. ગૌરી ઘરી ઘરી બારણે, ઈશ્વર મનુષ્ય માત; રંભા વન-વન દેખીઈ, ધનદની કઈ કહું વાત?. ગૌરી ઈશ્વર રંભા ધનદ, સહુને હસતી તેહ; નામ હંસતી તેહનું, સુરજૂરી અધિક છે એહ. ૬/૧-૨ “ગૌરી-ઈશ્વર-રંભા-ધનદ! તમે તો બધા એક એક જ છો જ્યારે મારા ઘરે-ઘરે ગૌરી = ગાય છે. મારા પ્રત્યેક મનુષ્ય ઈશ્વર = સમૃદ્ધ છે. વન-વનમાં રંભા = કેળ છે. અને ધનદ = દાતાઓનો તો કોઈ પાર નથી.” આમ કહીને તે નગરી જાણે ગોરી, ઈશ્વર, રંભા, ધનદ પર હસતી રહે છે. આથી એનું નામ હસતી છે. આમ, નગરીના નામ પાછળના હેતુની કલ્પના અંતરને આપ્યુલાદિત કરે છે. વિદ્યાધર વાસો જિહાં જી, રૂપે જીત્યો અનંગ; વિદ્યાધરી રૂપે કરી છે, રતિ હારી એકંગ. ૮/૧૬ સમુદ્રની મધ્યમાં આવેલા રત્નદ્વીપમાં વિદ્યાધર-વિદ્યાધરીઓ વસે છે. જે વિદ્યાધરોએ પોતાના રૂપથી અનંગ = કામદેવને પણ જીતી લીધો છે. અને વિદ્યાધરીઓએ તો માત્ર એક અંગના લાવણ્યથી પણ રતિ (= કામદેવની પત્ની) ને હરાવી દીધી છે. અહીં વિદ્યાધરોના રૂપને અતિશયોક્તિ અલંકારથી અલંકૃત કરીને તેઓની શોભા અતિશય વધારી દીધી છે. તિહાં નયર વર નામથી હું વારી લાલ, રથનેઉરચક્રવાલ રે હું વારી લાલ; રતિ ભવને જિહાં ધૂપના હું વારી લાલ, ધુમ્ર તે મેઘની માલરે હું વારી લાલ. રયણમણિ પંક્તિતણી હું વારી લાલ, પ્રભા તે ઈન્દ્રચાપ રે હું વારી લાલ; ગગને વિદ્યાધર મણિતણા હું વારી લાલ, કિરણ તે વીજળી વ્યાપ કે હું વારી લાલ. (૧૬ર૧-રર) વૈતાઢય પર્વતના રથનેઉરચક્રવાલ નગરના રતિભવનોમાંથી ધૂપની ધૂમ્રસેરો નીકળે છે. તે મેઘઘટા જેવી શોભે છે. વિધ-વિધ રત્નો અને મણીઓની પ્રભાથી ઈન્દ્ર ધનુષ્ય રચાયું છે. અને વિદ્યાધરમણીઓના કિરણો વીજળી બનીને ચમકે છે. આમ નગર રચનાને ગગનાંગણ સાથે સરખાવીને ખૂબ સુંદર રૂપક અલંકાર વ્યક્ત કર્યો છે. આમ, તો ઉત્તરપદમાં,
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy