________________
પંચકલ્યાણક પૂજામાં ભગવાનના દીક્ષા કલ્યાણકનું વર્ણન નોંધપાત્ર છે. તેમાં અષ્ટમંગલનો મિતાક્ષરી ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
કવિપંડિત વીરવિજયજીકૃત પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-૬માં અષ્ટમંગલની માહિતી નીચે પ્રમાણે છે.
શક્રઈશાન આમર ધરે રે, વાજિંત્રનો નહિ પાર. આઠ મંગલ આગળ ચલે રે ઈન્દ્રધજા ઝલકાર.. નમો.. || ૭ ||
વાચનાચાર્ય શ્રી માણિક્યસિંહસૂરિ કૃત શ્રી મહાવીર જિન પંચકલ્યાણક પૂજામાં ભગવાનની દીક્ષા કલ્યાણકના વરઘોડાના વર્ણનમાં અષ્ટમંગલનો મિતાક્ષરી ઉલ્લેખ થયો છે.
કુસુમ વૃષ્ટિ સુરનર કરે, બોલે મંગલ માલ, શક્ર ઈશાન ચામર ધરે, વાજિંત્ર નાદ વિશાલ, ગોરી ગાવે ભાવે સાચે નાચે અપચ્છરારે, સુંદર મંગલ હય ગય રથવર ધ્વજ શ્રીકાર વંદો વંદો | ૨
પંન્યાસ શ્રી યશોભદ્રવિજયજી કૃત મહાવીર પ્રભુ પંચકલ્યાણક પૂજામાં ભગવાનની દીક્ષા કલ્યાણકના સંદર્ભમાં અષ્ટમંગલનો એક પંક્તિમાં ઉલ્લેખ થયો છે.
ચંદ્રપ્રભા શિબિકા અતિ સુંદર, સિહાસન પધરાવ્યા રે. સુર ઉપાડે મંગલ ગાવે, કુસુમે નાથ વધાવે રે, સંયમ. || ૭ | દુંદુભી વાજે જય જય ગાજે, આવ્યા જ્ઞાતિ ઉદ્યાને રે.
૫૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org