________________
૮. સા :
आत्मालोकविधौ जिनोऽपि सकल-स्तीवं तपो दुश्चरं; दानं ब्रह्म परोपकारकरणं, कुर्वन् परिस्फूर्जति । सोऽयं यत्र सुखेन राजति स वै, तीर्थाधिपस्याग्रतो, निर्मेयः परमार्थवृत्तिविदुरैः, संज्ञानिभिर्दर्पणः ॥ ८ ॥
૧. સ્વસ્તિક : જિનેશ્વર પરમાત્માના જન્મ પ્રભાવથી પૃથ્વી, પાતાલ અને આકાશ એમ ત્રણેય લોકમાં ક્ષણમાત્રમાં કલ્યાણ (સુખ) ઉત્પન્ન થાય છે. તે સૂચવવા માટે જિનેશ્વરની સમક્ષ પંડિત પુરુષો દ્વારા સ્વસ્તિકનું આલેખન કરાય છે.
૨. શ્રીવત્સ : જિનાધિનાથનાં હૃદયમાં જે પરમજ્ઞાન-કેવળજ્ઞાન શોભે છે, શ્રીવત્સના બહાને પ્રગટ થયેલા તે કેવળજ્ઞાનને હું વંદના કરું છું.
૩. પૂર્ણકળશઃ તીર્થંકરો સ્વકુળમાં અને ત્રણેય વિશ્વમાં સાક્ષાત લક્ષ્મીના કળશરૂપ વિખ્યાત છે. આથી અહીં પૂર્ણકળશને આલેખીને અમે જિનપૂજા રૂપ કર્તવ્યને સફળ કરીએ છીએ.
૪. ભદ્રાસનઃ જિનેશ્વરના પ્રભાવશાળી અને પરિપુષ્ટ ચરણો દ્વારા અતિ નજીક, કલ્યાણ કરનારા અને મંગલ શુભ આચરણરૂપ ભદ્રાસનને સારી રીતે પૂજીને પરમાત્મા સમક્ષ આલેખવા જોઈએ.
૫. નન્દાવર્તઃ હે જિનનાથ ! તારા ભક્તોને ચારે દિશામાંથી નિધિ-સંપત્તિ પ્રગટ થાય છે. આથી ચારે દિશામાં નવ ખૂણાવાળા મંગલકારી આવર્તે સજ્જનોને સુખ આપનારા થાઓ.
૬. વર્ધમાનસંપુટઃ હે જિનનાયક ! તારા અનુગ્રહથી જ પુષ્ય, યશનોસમૂહ, પ્રભુતા, મહાનતા, સૌભાગ્ય, બુદ્ધિ, વિનય, સુખ
જ્ઞાનતીર્થની યાત્રા
४८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org