________________
(૭) મત્સ્યયુગ્મ: હે ભુવનનાં નાથ ! એકઠાં થયેલાં કામદેવનાં સમૂહને તમે હણી નાંખ્યો તેથી જ આપનાં દર્શનથી બીજાનાં કામભાવ પણ નિષ્ફળ થઈ જાય છે અને તે વૈર વિહારી થઈ સુખમાં લીન થાય છે. તેથી આ મીનયુગ્મ આપની સેવા કરવા આવ્યાં છે આથી આરોગ્યના લાભ માટે શ્રાવકો વડે આપની આગળ આ મત્સ્યયુગ્મ આલેખાય છે.
(૮) દર્પણ : સકલ જિનેશ્વરે આત્માનાં પ્રકાશ માટે તીવ્રતાપ કર્યું. દુષ્કર બ્રહ્મવ્રત પાળ્યું. પરોપકાર માટે દાન કર્યું. આવા કાર્યોથી જે હંમેશા દીપી ઉઠ્યાં છે તેમને સુખપૂર્વક શોભતા જોવા માટે તીર્થકરની આગળ અમે દર્પણ આલેખીએ છીએ. અર્થાત્ કેવલાદર્શ = કેવળજ્ઞાનરૂપી દર્પણ અમે આલેખીએ છીએ. અષ્ટમંગલનું આલેખન શા માટે?
(૧) સ્વસ્તિક : પૃથ્વીલોક, ગગનલોક, નાગપાતાલ લોક, દેવલોકમાં જિનેશ્વરનાં જન્મ વખતે ક્ષણમાત્રમાં સ્વસ્તિક-કલ્યાણ થયું તેના અનુમાનથી પ્રભુની આગળ વિદ્વાનો વડે સ્વસ્તિક કરાય છે.
(૨) શ્રીવત્સ : પ્રભુનાં હૃદયમાં જે પરમ જ્ઞાન રહેલું છે તે શ્રીવત્સના બહાનાથી બહાર પ્રકટ કરાયું છે. તેને હું વંદુ છું !
(૩) પૂર્ણકળશઃ ત્રણે લોકમાં અને સ્વકુલમાં પ્રભુ કળશની જેમ મંગલકારી બન્યા છે એથી અહીં પૂર્ણ કળશ આલેખી જિનપૂજાકર્મ કરી જન્મ અમો સફળ બનાવીએ છીએ.
(૪) ભદ્રાસન : પ્રભાવશાળી પુછ જિન ચરણોથી પૂજનીય અતિનજીક રહેલું એવું ભદ્રાસન ભદ્રંકર કરનારું જે મંગળના યોગવાળું છે તે જિન આગળ આલેખવું.
(૫) નંદાવર્ત : હે જિનનાથ ! તારા સેવકોનાં સર્વ દિશામાં બધા નિધાનો પ્રગટ થઈ રહ્યા છે. એથી ચાર પ્રકારે નવખૂણાવાળા નંદાવર્ત સજ્જનોને સુખ આપો. અષ્ટ મંગલ
૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org