________________
ભટ્ટારક તીન હુએ બડભાગી, જિણ દીપાયલે શ્રી જિન શાસન, સબલ પડૂર સોભાગી. ખરતર શ્રી જિનચંદ્ર સૂરીસર, તપા હીરવિજય વૈરાગી; વિધિપક્ષ ધરમમૂરતિ સૂરીસર, મોટા ગુણ મહા ત્યાગી. મન કોઉ ગર્વ કરઉ ગચ્છનાયક, પુણ્ય દશા હમ જાગી; સમયસુંદર કહઈ તત્વ વિચારલે, ભરમ જાયઈ જિમ ભાગી.
વિધિની વિચિત્રતા એ છે કે સ્થાનકવાસી સંપ્રદાયની નવીનતમ ચળવળે ત્રણે પ્રતિસ્પર્ધક ગચ્છોને એક કરી દીધા ! આ સંદર્ભમાં પ્રસ્તુત જકડીના કર્તા ઋષિ સામંતે ધર્મમૂર્તિસૂરિના ત્યાગમય જીવન ઉપર જે પ્રકાશ પાડ્યો છે તે ઘણો મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને આ છે કંડિકા
ક્રોધ કષાઈ આ લોભ ન વાસ્યા, મનથી મમતા મૂકી છાંડી, નિજ મનથી પરિગ્રહ માયા છાંડી, પણ્ જીવાં ઉપગારી.
શ્રી ધર્મમૂર્તિસૂરિ જકડી
(રાગઃ હાલો હાલો હાથી ઘોડા) (કર્તા રષિ સામંત)
(રચના : વિ.સં. ૧૬૦૦ના અરસામાં) અંબે હાં હાં હૈ સરસતિ બેગિમ માઉં બેહાં, અંબે હાં સુગુરુ ચલણ ચિત્ત લાઉ બેહાં. ગુરુ ચલણે ચિત્ત લાઉ બે દિણ જાઉં પૂજ્ય તણા ગુણ ગાઉં, શ્રી ધર્મમૂર્તિસૂરિસર ગચ્છપતિ દરિસણિ નવનિધિ પાઉં. સાહા હાંસા સુત હાંસલ કૂખ) શ્રી શ્રીવંશ વધાઉં, અમૃત વાણી વયણા પ્રકાશઈ,
અંબે હાંહાં ઐ સરસતિ બેગિમના અંબે હાં. (એ આંકણી)...૧ ૩૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org