________________
આધ્યાત્મક ફિલસુફ શ્રીમદ્ રાજચંદ્ર, શ્રાવકોમાં સાહિત્ય સંપાદક સુશ્રાવક શ્રી ભીમસિંહ માણેક, પંડિત દલસુખભાઈ માલવણિયાજી, પંડિત ધીરજલાલ મહેતા, જૈન સાહિત્યના સંશોધક અને ઈતિહાસકાર મોહનલાલ દલીચંદ દેસાઈ, શતાવધાની પંડિત ધીરજલાલ ટોકરશીહ, જૈન સાહિત્યના સંશોધક-સંપાદક હિરાલાલ રસિકલાલ કાપડિયા, પ્રો. જયંત કોઠારી, બાલાભાઈ વિરચંદ દેસાઈ (જયભિખ્ખ), પદ્મશ્રી કુમારપાળ દેસાઈ વિગેરેએ જૈન સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. પંડિત સુખલાલજી પંડિતપ્રભુદાસ બહેચરદાસ, પંડિત છબીલદાસ સંઘવી, પ્રાધ્યાપક અને પ્રબુદ્ધ જીવનના તંત્રી ડૉ. રમણભાઈ સી. શાહ, જૈન સાહિત્યનાં અમરપાત્રોને કેન્દ્રમાં રાખીને ધાર્મિક નવલકથાના સર્જક મોહનલાલ ચુનીલાલ ધામી અને એમના પુત્ર વિમલકુમાર ધામી, વડોદરાના પંડિત લાલચંદ ભગવાનદાસ તથા અન્ય શ્રાવકોએ અર્વાચીન જૈન સાહિત્યના વિકાસમાં યોગદાન કર્યું છે.
મુદ્રણકળાના વિકાસથી પુસ્તકોના પ્રકાશનની સાથે કેટલાંક સામાયિકોનો પણ ઉલ્લેખ અનિવાર્ય છે. પ્રબુદ્ધજીવન, બુદ્ધિપ્રભા, કલ્યાણ, શાંતિ સૌરભ, સન્માર્ગ, મોક્ષમાર્ગ, જૈન સમાચાર, જૈન સંદેશ, મહાવીર શાસન, જૈન આત્માનંદ પ્રકાશ, જૈન પ્રવચન, જૈન સત્ય પ્રકાશ, દિવ્યદર્શન, હિત-મિત-પથ્ય, મુક્તિદૂત, વિરતિદૂત, દિવ્યકૃપા, જિનાજ્ઞા અનુસંધાન (અનિયતકાલીન) વગેરેમાં પ્રગટ થતા લેખો જૈન સાહિત્યના વિકાસમાં સ્થાન ધરાવે છે. કેટલાંક સામાયિકોમાં શાસન પ્રભાવનાનાં કાર્યોની માહિતી સમાચાર અહેવાલની સાથે આધ્યાત્મિક લેખોનો સમાવેશ થાય છે.
ગુરુભક્તિ નિમિત્તે ગુણાનુવાદ સભાના પત્રોની પ્રસાદી અને ગુરુ જીવનના પ્રસંગોનું ગ્રંથ રૂપે પ્રકાશન થયું છે. આવા સ્મારક
જૈન સાહિત્ય
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org