________________
સાધુ ભગવંતો અને શ્રાવકોએ સાહિત્યના વિકાસમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે.
સાધુ ભગવંતોનાં વ્યાખ્યાન, જાહેર પ્રવચન, શિબિર, જાહેર વ્યાખ્યાન વગેરેને ગ્રંથસ્થ કરીને પ્રકાશન કરવામાં આવ્યું છે. તદુપરાંત અનુવાદ, વિવેચન, સંશોધન મહાનિબંધ, જૈન સાહિત્ય સમારોહ, જ્ઞાનસત્રના નિબંધો ગુરુભક્તિ નિમિત્તે પ્રકાશિત સ્મારક ગ્રંથો, વિદેશમાં જૈન ધર્મના પ્રચાર અંગે અંગ્રેજીમાં પ્રકાશિત સાહિત્ય અને સામાયિકોનો વગેરેનો સમાવેશ થાય છે. - અર્વાચીન સમયના નામાંકિત સર્જકોમાં આગમોદ્ધારક પ.પૂ.આ. સાગરાનંદસૂરિજી, પ.પૂ.આ. બુદ્ધિસાગરસૂરિ, વ્યાખ્યાન વાચસ્પતિ શાસનપ્રભાવક વિશાળ ગચ્છાધિપતિ પ.પૂ.આ. રામચન્દ્રસૂરિ, શૈલી અને તત્ત્વજ્ઞાનના વિચારોથી જન સાધારણને જ્ઞાન યાત્રા કરાવનાર પ.પૂ.આ. રત્નસુંદરસૂરિજી, પૂ.આ. પુણ્યપાલસૂરિ, પ.પૂ.પંન્યાસ પ્રવર ચન્દ્રશેખરવિજયજી કે જેમને ભારતીય સંસ્કૃતિ અને જૈનાચારના ઘડતર માટે તપોવન સંસ્કાર પીઠ સ્થાપના કરીને શિબિરો તેમજ જૈન ધર્મનાં પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. એમની શ્રુતસેવા ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. પ.પૂ.આ. કીર્તિયશસૂરિજી, પ.પૂ.આ. ભુવનભાનુસૂરિજી, જંબુદ્વીપ નિર્માતા પ.પૂ.અભયસાગરજી, પ.પૂ.આ. આત્મારામજી, કવિ કુલકિરીટ પૂ.આ. લબ્ધિસૂરિજી, પંજાબકેસરી પ.પૂ.આ. વલ્લભસૂરિજી, યોગનિષ્ઠ આ. કલાપૂર્ણસૂરિજી, પ.પૂ.આ. ધર્મસૂરીશ્વરજી, સિદ્ધહસ્ત લેખક પૂ.આ. પૂર્ણચન્દ્રસૂરિજી ઉપરાંત જૈન સાધુ સમુદાયના અન્ય સાધુ ભગવંતોએ અર્વાચીન જૈન સાહિત્યને પોતાની આગવી શૈલીમાં સર્જન કરીને વિકાસમાં ફાળો આપ્યો છે.
૧૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org