________________
શ્રી અજિતનાથ જિનનો “કળશ”ની રચના પવિજયજીએ કરી છે તેમાં પ્રભુના જન્મોત્સવનું વર્ણન છે.
શ્રી વર્ધમાન સ્વામી જન્માભિષેક કળશની કૃતિ અજ્ઞાત કવિની છે તેમાં જન્માભિષેકના કલ્યાણકારી પ્રસંગનું વર્ણન છે.
કવિએ પાંચ ઢાળમાં પાંચ કલ્યાણકનું ગેય દેશના પ્રયોગ દ્વારા વર્ણન કર્યું છે.
કાવ્યના આરંભમાં સરસ્વતી વંદના કરીને વિષયવસ્તુની માહિતી આપવામાં આવી છે.
વંદી જગજનની બ્રહ્માણી, દેતા અવિચલ વાણી રે. કલ્યાણક પ્રભુના ગુણખાણી, થુણસું ઉલટ આણી || ૧ |
બીજી કડીમાં પ્રભુની સેવા-ભક્તિ કરવા માટેનું ઉપદેશ વચન છે.
એહને સેવો રે પ્રભુ શાસનના સુલતાન, એહને સેવો રે જસ ઈંદ્ર કરે બહુમાન. એ તો ભવોદધિ સુજાન, એહને સેવો રે / ૨ //
કવિએ પ્રભુના ચ્યવન કલ્યાણકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે પ્રભુનાં આત્માએ દશમા સ્વર્ગ વિમાનથી અવીને સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલા કુક્ષિએ અવતાર લીધો.
પ્રભુ દેવાનંદાની કુક્ષિમાં ૮૨ દિવસ રહ્યા અને હરિણગમેષી દેવે ત્રિશલા રાણીની કુક્ષિમાં ગર્ભનું સંહરણ કર્યું તે પ્રસંગનો કોઈ ઉલ્લેખ થયો નથી.
કહે ઈમ પ્રથમ વધાવો “શબ્દો દ્વારા પ્રભુની અવનનો નિર્દેશ થયો છે. (પ્રથમ ઢાળ)
૨૬૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org