________________
૩. શ્રાદ્ધવિધિ પ્રકરણ - આચાર્ય રત્નશેખરસૂરિ ૪. કર્મનું કોમ્યુટર - મુનિ મેઘદર્શનવિજયજી ૫. મહું જિણાણું - સઝાય
(પંચપ્રતિક્રમણ સૂત્ર) ૬. શ્રાદ્ધધર્મ દીપિકા માર્ગાનુસારીની વિશેષ માહિતીઃ
“માર્ગ એટલે આગમ-નીતિ અથવા સંવિગ્ન (મોક્ષમાર્ગની અભિલાષા) બહુજનોએ આચરેલું છે. એ બંનેને અનુસરનારી જે ક્રિયા તે માર્ગાનુસારીપણું કહેવાય છે.
દેવેન્દ્રસૂરિકૃત ધર્મરત્ન પ્રકરણ યુનિ. અનુવાદ. શ્લોક-૮૦ માર્ગાનુસારિતા:
ભવ-નિર્વેદ પછી “માર્ગાનુસારિતા' એટલે મોક્ષની સ્થિતિએ પહોંચવાના માર્ગનું અનુસરણ કરવાની શક્તિ ઈચ્છવામાં આવી છે. શાસ્ત્રકારોના અભિપ્રાયથી આ માર્ગ એક પ્રકારનો, બે પ્રકારનો, ત્રણ પ્રકારનો, ચાર પ્રકારનો યાવતુ અનેક પ્રકારનો છે. સમભાવમાં સ્થિર રહેવું તે એનો એક પ્રકાર છે. રાગ અને દ્વેષને જીતવા તે એના બે પ્રકારો છે. મન, વચન અને કાયાની શુદ્ધિ કરવી, અથવા મનોદંડ, વચનદંડ અને કાયદંડનો પરિહાર કરવો એ તેના ત્રણ પ્રકારો છે. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપનું સેવન કરવું અથવા દાન, શીલ, તપ અને ભાવને અનુસરવું એ તેના ચાર પ્રકારો છે. પાંચ ઈદ્રિયોનો વિજય છે કાયના જીવોની રક્ષા, સાત ભયસ્થાનોનો ત્યાગ, આઠ પ્રકારના મદનો વિજય, નવ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન, દસ પ્રકારનો યતિધર્મ વગેરે તેના વિશેષ પ્રકારો પણ શાસ્ત્રોમાં દર્શાવેલા છે.
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર ભાગ-૧
સમસ્યા પ્રધાન જીવનમાં...
૨૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org