________________
અનન્ય પ્રેરણાસ્ત્રોત બને તેવી ભાવના વ્યક્ત કરવામાં આવે છે. મનુષ્ય સમર્પણશીલ ભાવનાથી કામ કરે તો શ્રુતજ્ઞાનના સુસુપ્ત વારસાને પ્રકાશમાં લાવી શકે તેમ છે. અર્વાચીન કાળમાં જે કંઈ સાહિત્ય પ્રગટ થાય છે તેની તુલનામાં આ જ્ઞાનનું સંશોધન-પ્રકાશન અધિક મૂલ્યવાન છે. તેનાથી પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યની સમૃદ્ધિનું અલૌકિક દર્શન થાય છે.
વિનયસાગરજી એટલે બહુશ્રુત વિદ્વાન, શ્રુતભક્ત, શ્રુતસંરક્ષક, શ્રુતજ્ઞાન પ્રકાશક લેખક, સમર્પણશીલ, ઉત્સાહી અને કર્તવ્યપરાયણ જૈન શાસનના એક અણમોલ વિદ્વાન વર્તમાનમાં પણ એમની સેવા પત્ર-ફોન અને રૂબરૂ સંપર્કથી ઉપલબ્ધ છે. જિનશાસનના જ્ઞાનવારસાના ઉપાસક વિનયસાગરજી “વિદ્યા વિનયન શોભતે” સમાન શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
સાક્ષરરત્ન
૨૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org