________________
જળવાયું નથી. પણ સમૂહ ગાઈને ભક્તિમાં નિમગ્ન થવાય એવી પંક્તિઓ હોવાથી કાવ્ય તરીકે નોંધપાત્ર ગણાય તેમ છે.
જૈન સાહિત્યમાં આ પ્રકારની રચના કરનાર એકમાત્ર બુદ્ધિસાગર છે. ગહેલીઓ અને ગરબા તો રચાયા છે પણ ગરબી તો પૂ.બુદ્ધિસાગરની જ પ્રાપ્ત થાય છે.
કવિએ પતિવ્રતા સ્ત્રીનાં લક્ષણો અને પતિગુણની ગરબીની રચના કરી છે. આ ગરબીમાં જૈન ધર્મ - ભારતીય સંસ્કૃતિના આચાર-વિચારના પાલનનો પરોક્ષ રીતે ઉપદેશ વ્યક્ત થયો છે. ગરબીની ભાષા સરળ અને સર્વજન સહેલાઈથી સમજી શકે તેવાં લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. ગરબીનાં લક્ષણોને આધારે મૂલ્યાંકન આ રચના ગરબી નહિ પણ “પદ સ્વરૂપની સાથે સામ્ય ધરાવે છે.
સાંપ્રદાયિક રચનાઓમાં ઉપદેશનું લક્ષણ સર્વ સામાન્ય રીતે જોવા મળે છે. સાહિત્યની દૃષ્ટિએ આ લક્ષણ ગૌણ છે. સાહિત્યજીવન માટે છે. માત્ર કલાનું જ લક્ષ નથી. માનવીનું કલ્યાણ થાય તેવા હેતુથી સાહિત્યનું રચના થાય છે. તેમાંય ધાર્મિક સાહિત્ય જનસમાજની સાત્ત્વિક રસ-રૂચિને પોષણ આપીને જીવનમાં શાંતિ અને સુખની અનુભૂતિ કરાવવાની શક્તિ ધરાવે છે એટલે ઉપદેશનું લક્ષણ હોય તો તે દોષરૂપ નથી, પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે ઉપદેશનું લક્ષણ જોવા મળે છે. સર્જકની અંગત પ્રતિભાથી તેનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. પતિ-પત્ની વિષયક ગરબી એટલે સમાજ જીવનમાં શાંતિ અને સુખની અનુભૂતિના સંસ્કારોનું સિંચન થાય તેવા આચાર અંગેના વિચારોનું નિરૂપણ થયું છે. જીવન ઘડતર અને વિકાસ માટે માર્ગદર્શક સદ્ગુણોના ઉલ્લેખ દ્વારા ઉપદેશનું લક્ષણ ચરિતાર્થ થયું છે.
૨૦૦
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org