________________
ષટુ ખંડ કેરો રાજીયો આપતણો અંગ જોતો રે, ચૂલણી ચૂકી મારવા અવર કહું કિસી વાતો રે જીવ. / ૨ // જન્મ લગે જે વ્હાલી સૂરીકાંતા નારો રે, કંઠે ડયો અંગુઠડો માર્યો નિજ ભરતારો રે જીવ. / ૩ / ચંદ્રવદની મૃગલોચની ચાલતી ગજગેલી રે, રૂપે દિસે રાયડી પણ તે વિષની વેલી રે જીવ. || ૪ || વિષયારસ વિષ લડી શેલડી સેવો ચંગો રે, પંડિત જનને ભોલવે ક્ષણમાં માંગો મંગો રે જીવ. | ૫ | નારી વિષયવિણાસીઓ દશમાંકંધર દશવિષો રે, રાજરમણી હારી કરી નરક પડ્યો નિશદિશો રે જીવ. ૬ // એક ઇંદ્રિય પરવશપણે બંધન પામે જીવો રે, મયગલ મોહ્યો હાથણી બંધ પડ્યો કરે રીવો રે જીવ. || ૭ | મધુકર મોહ્યો માલતી લેવા પરિમલ પૂરો રે, કમલ બિડતે માંડી રહ્યો જન આથમીયો સૂરો રે. જીવ. ૮ દીપ શિખા દેખી કરી રૂપેમોહ્યો પતંગો રે, સોનાકારણ લોભીયો હોમે આપણો અંગો રે જીવ. | ૯ | નાદવિનોદે વિંધાયો હરણ હણ્યો નિજ બાણો રે, રસના ફરસે માછલો બાંધ્યો ધીવર જાલો રે જીવ. / ૧૦ | પંડિત શિયલ વિજય તણો શિષ્યદિયે આશિષો રે, શીયલ સુરંગી ચુંદડી તે સેવો નિશદિનો રે રે. જીવ. / ૧૧ /
સંદર્ભઃ જૈન-સઝાય ભાગ-૧, પાનું. ૧૨૯ ૧. દશમાકંધર = રાવણ
ચૂનડી
૧૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org