________________
એ સૌભાગ્યનું પ્રતીક છે. સંયમજીવન એ અખંડ સૌભાગ્યનું જીવન છે. એ ચૂંદડી બનાવવા માટેની સામગ્રીનું વર્ણન કવિ કરે છે. સમકિતરૂપી કપાસનો ઢગલો કરવો. (દીક્ષા લેતાં પહેલાં સમિકત સામાયિક ઉચ્ચરાવવામાં આવે છે.)
પીંજણ = ૧૮ પાપસ્થાનકોનો ત્યાગ કરવામાં આવે છે જેમ ચૂંદડી માટે કપાસને પીંજીને કિટ્ટી છૂટી કરાય છે તેમ પાપરૂપ કિટ્ટીનો ત્યાગ.
સૂત્ર ભલું = સૂત્રો સિદ્ધાંતનાં ભણાય છે. જેથી સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જેમ ચૂંદડી બનાવવા સૂત્ર = દોરા જોઈએ તેમ ચારિત્રમાં સૂત્રોનો ગહન અભ્યાસ જોઈએ.
ટાળો આઠ પ્રકાર = તે સૂત્રો પણ વિધિ મુજબ ભણવાનાં છે. જ્ઞાનનાં આચાર પાળવાનાં છે અને અતિચાર (આઠ) ટાળવાનાં છે. ચૂંદડી માટે જેમ કાચા, મેલાં કે તૂટી જાય તેવાં દોરા ન ચાલે તેમ.
શિયળ સુરંગી = સૂત્રો જેનાં સારાં હોય તેને અર્થનો વિવિધ અભ્યાસ થાય છે એટલે કે અર્થમાં વિવિધતારૂપી રંગ જામે છે. ચૂંદડી પણ વિવિધરંગી હોય તો વધારે શોભે છે. (૧)
ગાથા-૨
ત્રણ ગુપ્તિ તાણો = મન, વચન, કાયાની મજબૂતાઈથી (તાણીને) ચારિત્રયોગની સાધના કરવી. ચૂંદડીમાં જેમ તાણીને વ્યવસ્થિત દોરાં ભરે તો મજબૂતાઈ વધે છે તેમ.
નલીયભરી ચારિત્રની રક્ષા માટે નવવાડ જરૂરી છે. ચૂંદડી વણતી વખતે વણકર સાળ નામનાં સાધન ઉપર વાંસની નળી ગોઠવે
પછી દોરા વીંટે તેમ.
૧૯૦
Jain Education International
=
For Personal & Private Use Only
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org