________________
સૂરત શહેરમાં સંચર્યો રે, જાતાં જીનવાણીને માટ રે. રંગીલી. ચોરાશી ચોકને ચહુવટે રે, દીઠાં દોશીડાનાં હાટ રે. ૨. આ. ૩ નણદી વીરાજીને વનવે રે, એ ચુનડીની હોંશ રે, રંગીલી. ચૂનડીમાં હાથી ઘોડલા રે, હંસ પોપટ ને મોર રે, ૨. આ. ૪ સમરથ સાસરે મૂલવી રે, પાસે પિયુજીને રાખ રે, રંગીલી. સમક્તિ સાસુના કેસથી રે, સોનઈયા દીધા સવા લાખ રે. ૨. આ. ૫ સાસૂજીને સાડીઓ રે, નાની નણદીને ઘાટ રે રંગીલી. દેરાણી જેઠાણીનાં જોડલાં રે, શોક્યને લાવો શા સાટ રે. ૨. આ. ૬ ચૂનડી ઓઢીને સંચર્યા રે, જાતી જિન દરબાર રે.
માણેક મુનિએ કોડથી રે, ગાઈએ ચૂનડી સાર રે. ૭ ચૂનડી-૨
હાંજી સમક્તિ પાલો કપાસનો, હાજી પીંજણ પાપ અઢાર; હાંજી સૂત્ર ભલું રે સિદ્ધાંતનું, હાંજી ટાળો આઠ પ્રકાર, હાંજી શીયળ સુરંગી ચૂનડી. ૧ હાંજી ત્રણ ગુપ્તિ તાણો તણો, હાંજી નલીય ભરી નવ વાડ, હાંજી વાણો વણો રે વિવેકનો, હાંજી ખેમા ખુંટીય ખાય. હાંજી શી. ૨ હાજી મૂલ ઉત્તર ગુણ ઘૂઘરા હાંજી છેડા વણોને ચાર; હાજી ચારિત્ર ચંદો વચ્ચે ધરો,
હાંજી હંસક મોર ચકોર. હાંજી શી. ૩ ૧૮૮
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org