________________
શ્રી નેમિનાથ (બારમાસાનું) સ્તવન કારતક મહીને તે કોને કહીએ રે, દેખાડો તો ગિરનાર જઈએ. સાસરીયાનાં મેણાં સહીયે રે, વેલા ઘેર આવજો નેમ વહાલા રે (૧) માગશર મહીને મારે એને મળવું રે, વ્હાલે વચન આપ્યું એક હળવું રે હવે નાથજી તમને શું કહેવું.... વે. (૨) પોષ મહીને પરવશ કીધી કાયા રે, હજુ ન આવ્યા શિવાદેવી જાયા રે તમે શાની લગાડો છો માયા... વે. (૩). મહા મહીને મંદિર બેસી રહેતી રે, મારી સખીઓનાં સુખ સર્વે જોતી રે આંખો ઢાળીને રસરસ રોતી... વે. (૪) ફાગણ મહીને ફગફગતી હોળી રે, સૈયા ભરો ગુલાબની ઝોળી નાથ તુમ વિણ કોણ ખેલે હોળી... વે. (પ) ચૈત્ર મહીને ચિંતા ઘણી અમને રે, હવે નાથજી શું કહીએ તમને હવે આવી મળોને અમને... વે. (૬) વૈશાખ મહીને વાટલડી જોતી રે, મારી સખીઓ કહેવાયે ખોટી રે પાલવડે આંસુડા ભૂતી... વે. (૭) જેઠ મહીને જીવલડો જાશે રે, નાથ તુમ વિયોગો થાશે રે હવે પ્રાણ અમારાં જાશે... વે. (૮) અષાઢ મહીને આંબુડી ઊગી રે, અંબુડીનાં જીંડવા ખીલ્યાં રે નાથ હસવું ને રમવું ભૂલ્યા.. રે. (૯) શ્રાવણ મહીને સરવરીયા મેહ વરસે રે, બેન બનેવી ને જોવા તલશે રે એવું હૃદય અમારું ફફડે... વે. (૧૦) ભાદરવે ભલી જોબન ગાજે રે, ઘણાં વિદેશ જઈને આવે રે કોઈ નાથનો સંદેશો લાવે... વે. (૧૧)
૧૬૬
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org