________________
તમારા વગર હોળી કેવી રીતે રમી શકાય ?, ચૈત્ર માસમાં મનમાં ઘણી ચિંતા થાય છે. હવે તો નાથ આવોને. વૈશાખ મહિને તમારી ઉત્કંઠાપૂર્વક રાહ જોઉં છું અને વિરહમાં આંસું સારું છું. પાલવડે આંસુ લૂછું છું. અહીં નાથના વિરહનો ઉલ્લેખ થયો છે. જેઠ માસમાં વિરહ સહન થતો નથી. તમારા વગર મારા પ્રાણ જશે. આવી કલ્પનાથી વિરહવેદના વધુ તીવ્ર બની છે તેનું પરિણામ જણાવ્યું છે.
અષાઢ માસમાં આંબો અને જાંબુડી ખીલી છે. તમારા વગર હસવું અને રમવું એ પણ ભૂલી ગઈ છું. શ્રાવણ માસમાં મેઘ વૃષ્ટિથી સરોવર છલકાય છે. બહેન બનેવીને જોવા ઝંખે છે. અહીં સામાજિક વ્યવહારની કલ્પના પ્રસંગોચિત વૃષ્ટિથી હૃદય ફફડે છે.
ભાદરવા માસમાં યૌવન ગાજી ઊઠે છે. વિદેશથી ઘણા આવે છે. કાંઈ મારા નાથનો સંદેશો લાવે તો સારું. અહીં રાજુલની વેદના સાથે મિલનની ઉત્કંઠાનો સંકેત થયો છે.
આસો માસમાં ઘેર ઘેર દીવાળીનું પર્વ લોકો ઉજવે છે. હું તો દીક્ષા લેવા માટે તૈયાર થઈ છું. અગિયાર માસમાં જે માહિતી છે તેના કરતા ૧૨મા માસમાં રાજુલ નેમજીના પગલાંને અનુસરીને સંયમ સ્વીકારવા તૈયાર થાય છે. ભૌતિક જીવનના વિચારોમાંથી એકાએક આધ્યાત્મિક જીવનનો રાજુલનો નિર્ણય સાંપ્રદાયિક રચના તરીકે આવકારદાયક બન્યો છે.
૧૩મી કડીમાં કવિ લબ્ધિવિજયના નામના ઉલ્લેખ સાથે ભવપાર ઉતારવાનો વિચાર પ્રગટ થયો છે.
મધ્યકાલીન સમયમાં બારમાસની રચનાઓ પ્રાપ્ત થાય છે તેમાં આ રચના પણ ગરબાની દેશીમાં સમૂહમાં ગાઈ શકાય તેવી છે. ભક્તિ માર્ગની રચના તરીકે બારમાસાની કૃતિ આસ્વાદ્ય છે.
બારમાસા - કાવ્યોની સમીક્ષા
Jain Education International
For Personal & Private Use Only
૧૫
www.jainelibrary.org