________________
આદર, પરમાત્માની કૃપા, સજ્ઞાનનાં અનુભવ, ગુફા, એકાંત સ્થાન, દેવસ્થાન વગેરેથી શાંત રસ નિષ્પન્ન થાય છે. કામ, ક્રોધ, હર્ષ-શોક, રાગ, દ્વેષ વગેરે મહામંત્ર નવકારથી શાંત થાય અને શાંતરસનો સાચો અનુભવ થાય.
એકાંતમાં બેસીને ધ્યાનપૂર્વક નવકારનું સ્મરણ અને ચિંતન ધ્યાનરસના ઉદાહરણરૂપ છે. તેના દ્વારા અગમ્ય અનુભવ થાય છે. અરિહંત અને સિદ્ધનું ધ્યાન કરવું તે શાંતરસ સમાન છે. આચાર્યઉપાધ્યાય અને સાધુ જીવાત્માને આત્મકલ્યાણમાં શરણરૂપ છે પાંચ મહાવ્રતની વિચારણા અને યોગનાં આઠ અંગોનું ચિંતન-સ્મરણથી શાંતરસની સાધના થાય છે. નવકારનો જાપ કરવો અને ત્યાર પહેલાં તે પાંચ પદોનો ઊંડો અભ્યાસ આ માટે જરૂરી છે. સવા પાવપ્પણાસણો - નવકારના જાપથી મોહનીય કર્મનો પણ ક્ષય થવામાં સહાય મળે છે. પંચ પરમેષ્ઠીના સ્મરણમાં પણ શાંત રસ રહેલો છે. જગતના બાહ્ય મંગલ કરતાં આત્માની શાંતિ એ સાચું મંગળ છે.
નવકારના નવરસની વિચારણા મહામંત્રના ગૂઢાર્થમાં છે. રસશાસ્ત્રની દૃષ્ટિએ નવરસ કહીએ પણ સત્ય તો આવા વિચારો અને ચિંતન દ્વારા આત્માના શાંત અને સમૃદ્ધ સામ્રાજ્યની અનુભૂતિ એ જ ઈષ્ટ ગણાય. તેનાથી આત્માના વિકાસ તરફ ગતિ કરવાની પ્રેરણા મળે છે. નવરસ અને નવકારના માધ્યમથી એને તો આત્માનો જ વિચાર અને તેના ગુણોની પ્રાપ્તિ છે.
નવકારમંત્રમાં નવરસો
૧૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org