________________
રહેલો આત્મા, જન્મ થવો, સંસારમાં ભ્રમણ, જન્મ-મરણ અને ચાર ગતિમાં રખડપટ્ટી વગેરેના વિચારોથી બીભત્સ ઉદ્દભવે છે. પંચપરમેષ્ઠીની વિચારણા કરવાથી આત્મા કેવી ઉચ્ચ સ્થિતિમાં છે અને આપણો આત્મા સંસારમાં રખડે છે. આ શરીર પુદ્ગલ પદાર્થ છે. તેની આસક્તિથી વાસનાનું જોર, ઈન્દ્રિયોની ગુલામી જેવી સ્થિતિથી આ રસ ઉદ્ભવે છે. આ પ્રકારની વિચારણાની સાથે પંચ પરમેષ્ઠીના આત્માનો વિચાર કરીએ તો પોતાનો આત્મા શુદ્ધ થાય છે અને આત્મ વિકાસમાં વૃદ્ધિકારક બને છે.
૮. અભુત રસ : આ રસનું ઉદ્ભવસ્થાન “વિસ્મયની લાગણી છે. કોઈ કોઈ દિવ્ય વસ્તુ “પદાર્થનું દર્શન ઈચ્છિત મનોરથની પ્રાપ્તિ-પૂર્તિથી અદ્ભુત રસની અનુભૂતિ થાય છે. પાત્રોની ઉત્તમ સ્થિતિનું નિરૂપણ, અલંકારો, ચિત્રાંકિત વસ્તુ, વિરોધાભાસ વગેરેથી રસ નિષ્પન્ન થાય છે. મહામંત્રના જાપ અને સ્મરણથી દિવ્યાનુભૂતિ થાય. નવકારના પ્રભાવનાં દાંતો શેઠ સુદર્શન-નવકારથી શૂળીનું સિંહાસન, શ્રીમતી શ્રાવિકા સતીનવકારથી સર્પની જગાએ ફૂલની માળા, ભિખારીનો જીવ સંપ્રતિ રાજા થયો - આર્ય સુહસ્તિસૂરિના દર્શનથી જાતિ સ્મરણ થતાં પૂર્વ ભવનું જ્ઞાન થયું, ઉપરાંત અરિહંત અને સિદ્ધના સ્વરૂપની વિચારણા એ અદ્ભુત રસના ઉદાહરણરૂપ છે. અરિહંતની વાણીનો પ્રભાવ - સમવસરણની રચના જીવો પોતપોતાની ભાષામાં વાણી સમજે આ બધી માહિતી એ અભુત રસની આસ્વાદની છે.
૯૮ શાંત રસઃ શાંત રસ માટે વૈરાગ્યની લાગણી કાર્યરત છે. સંસારની અસારતા અનિત્યભાવના, અશરણભાવના, સંસારભાવના, એત્વભાવના, અન્યત્વભાવનાનું સ્વરૂપ વિચારવાથી શાંતરસ ઉદ્દભવે છે. સંસાર અસાર છે તેનું જ્ઞાન થાય. તત્વત્રયીનો
૧૪૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org