________________
અર્થ : જેમાં દુઃખ નથી, સુખ નથી, ચિંતા નથી, રાગ-દ્વેષ નથી કે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી તેને શ્રેષ્ઠ મુનિઓએ શાંતરસ કહ્યો છે. બધા ભવોમાં શમ એ શ્રેષ્ઠ છે.
(પ્રબોધ ટીકા ભાગ-૨, પા-૪૬૫) ભક્તિ રસ એ સ્વતંત્ર રીતે સ્થાન ધરાવતો નથી. તેનો શાંત રસમાં સમાવેશ થાય છે. જૈન ધર્મની દૃષ્ટિએ વીર રસનું અર્થઘટન નીચે પ્રમાણે છે.
વિરતા એ પરાક્રમનું એક અંગ છે.
દયાવીર - જૈન સાધુઓ અને મહાપુરુષો અહિંસા ધર્મનું પાલન કરે છે તે દૃષ્ટિએ દયાવીર કહેવાય છે.
દાનવીર - સાધુ ભગવંતો શ્રાવક-શ્રાવિકાઓને શ્રુતજ્ઞાનનું દાન કરીને મોક્ષ માર્ગની સાધના માટે માર્ગદર્શન આપે છે. સમ્યકજ્ઞાન પ્રદાન કરવાની સાધુઓની આ ક્રિયાની દૃષ્ટિએ દાનવીર અર્થ પણ સૂચક છે.
યુદ્ધવીર - સાધુ ભગવંતો પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને રર પરિષદ દ્વારા કર્મોનો નાશ કરવા માટે યોદ્ધા સમાન લડે છે. પુરુષાર્થ કરે છે તે દૃષ્ટિએ યુદ્ધવીર કહેવાય છે.
ધર્મવીર - ધર્મ પુરુષાર્થના આલંબનથી મોક્ષ પુરુષાર્થની સાધના કરવાની પ્રવૃત્તિ એ ધર્મવીર કહેવાય છે. સાધુ ભગવંતો તથા દેશવિરતિ શ્રાવકો જે ધર્મનું પાલન કરે છે તેમાં ચાર પ્રકારની વીરતાનો સંદર્ભ રહેલો છે. જૈન સાહિત્યમાં સાધુ ભગવંતો, ગણધરો, તીર્થકરો, વિરતિધર – નર-નારીઓના જીવનમાં વિરતાનો આવો ઉલ્લેખ એમના ચરિત્ર દ્વારા નિહાળી શકાય છે.
જૈન સાહિત્યમાં ભૌતિક શૃંગારના પ્રસંગોચિત સંદર્ભ પ્રાપ્ત થાય છે પણ અંતે તો પાત્રો ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ સ્વીકારીને જૈન સાહિત્યમાં રસ નિરૂપણ
૧૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org