________________
૬. શરીરની રચનાનો વિચાર કરીએ તો તેમાં હાડકાં, માંસ, લોહી, પરૂ, મળ, મૂત્ર, શ્લેષ્મ વગેરે ગંદકીથી ભરપુર પદાર્થોનો સમન્વય થયો છે. આ પૌગલિક અશુચિમય શરીરની રચનાનો વિચાર એટલે બારભાવનામાં અશુચિ ભાવના છે તેના વિચારો એ બીભત્સ રસ તરીકે ગણાય છે. આ રસને કારણે શરીરનો રાગ દૂર થતાં વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થાય છે અને આત્મા સ્વમાં લીન બને છે.
૭. આત્મા પોતાનું મૂળ સ્વરૂપ સિદ્ધ-બુદ્ધ કર્મરહિત સ્વરૂપને પામે નહિ અને જન્મ-જરા મરણ આદિથી પારાવાર દુઃખ ભોગવે છે. આત્માની આવી દુર્દશા થાય છે ત્યાં સુધીની સ્થિતિ એ ભયાનક રસ.
૮. આત્માની અનંત શક્તિ છે તેનું ચિંતન કે વિચારણા કે અભુત રસ છે. શરીરની શક્તિ મર્યાદિત અને નાશવંત છે. જ્યારે આત્માની શક્તિ અનંત-અપરંપાર છે. આ વિચારણા કરવામાં અદ્ભુત રસ રહેલો છે.
૯. રાગ-દ્વેષ રૂપી મહાન શત્રુઓનો નાશ કરીને દઢ વૈરાગ્યને ધારણ કરવો તે શાંતરસ કહેવાય છે. કર્મબંધ અને ભવ ભ્રમણના કારણરૂપ રાગદ્વેષ છે એટલે રાગ-દ્વેષ રહિત થવાની ભાવના અને ધર્મ પ્રવૃત્તિમાં શાંતરસનું સ્થાન છે.
આ રીતે નવરસનું અર્થઘટન “આત્માને કેન્દ્રમાં રાખીને દર્શાવવામાં આવ્યું છે. શાંતરસ વિશે લઘુ શાંતિ સૂત્રના વિવેચનમાં માહિતી પ્રાપ્ત થાય છે.
શાંતિનાથ ભગવાન શાંતરસયુક્ત છે. ઉપશમરસમાં નિમગ્ન, સત્વ, રજસ અને તમસ્ એ ત્રણ ગુણોથી અતીત હોય એટલે કે પર હોય તે શાંત કહેવાય છે.
न यत्र दुःखं न सुखं न चिंता, न द्वेषरागो न च काचितिच्छा। __रसः स शान्त कथितो मुनीद्रैः, सर्वेषु भावेषु शमः प्रमाणः॥
૧૨૮
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org