________________
વીશ સ્થાનક પદની પૂજામાં જ્ઞાનતીર્થની પૂજા છે. તેની માહિતી નીચે પ્રમાણે છે.
જ્ઞાનતીર્થની યાત્રાથી નવકારમંત્ર, નવપદ, નવતત્ત્વ, સ્યાદ્વાદ, અષ્ટકર્મ અને આવશ્યક સૂત્રોનું અર્થ સહિત જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરિણામે આત્માના જ્ઞાન ગુણનો વિકાસ થતાં આત્મા ઊર્ધ્વગતિને પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. જ્ઞાનતીર્થની યાત્રા એટલે મોક્ષમાર્ગમાં પ્રયાણ કરવાનો રાજમાર્ગજ્ઞાન અને ક્રિયાનાં સમુચિત સમન્વય જ્ઞાનતીર્થની યાત્રાની સાચી સફળતા છે. કર્મની નિર્જરા, જ્ઞાનનો ક્ષયોપશમ અને ઉપયોગ જેવા ગુણોનો વિકાસ થાય એટલે આત્માની સદ્ગતિનું શુભ લક્ષણ સમજવું. દશદષ્ટાંતે દુર્લભ મનુષ્યભવ મળ્યા પછી જો કોઈ પુરૂષાર્થ કરવાનો હોય તો જ્ઞાનતીર્થની યાત્રા તીર્થયાત્રા (પ્રભુ ભક્તિ), તીર્થસમાન સાધુ ભગવંતોની ભક્તિ-વૈયાવચ્ચ, સુપાત્રદાનની યાત્રા અને અનંત ઉપકારી માતાપિતાની તીર્થસ્વરૂપ ભક્તિ અને સેવા એજ જીવનની સફળતા છે. આત્માના વિકાસનું સોપાન છે.
ब्राह्मणानां धनंविद्या, क्षत्रियाणां धर्मं धनं । ऋषिणांच धनं सत्य, योषिता यौवनं धनं ॥
બ્રાહ્મણોનું ધન વિદ્યા-જ્ઞાન છે. ક્ષત્રિયોનું ધન ધર્મ છે. ઋષિઓનું ધન સત્યવચન છે અને સ્ત્રીનું ધન યૌવન છે.
अन्नदानं महादानं, विद्यादान महत्तरम् । अन्ननक्षणिका तृप्ति, विज्जीवं तु विद्यया ॥
અન્નદાન મોટું દાન છે, વિદ્યા દાન અન્ન કરતાં પણ મહાન છે. અન્નથી ક્ષણિક તૃપ્તિ થાય છે જ્યારે વિદ્યાથી જીવે ત્યાં સુધી લાભ છે.
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org