________________
પ્રેમ તણિ મસ્તિમાંહિ ઘન વરસે.
રંગની ચાલ્યા ચલોરે. લપસી પડ્યા જેહનું થયું
વાધ્યા મનોરથ વેલારે. સ્થૂલિભદ્ર મુનિ કોશ્યાના નાટક-ગાન-નૃત્ય આદિ પ્રત્યે લેશમાત્ર દૃષ્ટિ કરતા નથી. કવિએ ધન્ય એ મુનિવર” શબ્દ પ્રયોગ દ્વારા એમના શીલવ્રતને બિરદાવ્યું છે. શૃંગારરસની વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિથી પાંચમો સ્વાધ્યાય કવિ પ્રતિભાની સાથે કોશ્યા પાત્રની લાક્ષણિકતાનો પરિચય કરાવે છે.
કોશ્યાના કામણથી અવિચલ રહેલા સ્થૂલિભદ્રનો વૈરાગ્ય ભાવનાની વાણી અનાસક્ત ભાવનું અનુસંધાન કરે છે.
કોશ્યા અને સ્થૂલિભદ્રના ક્રમિક વિચારોમાં સંવાદનું તત્ત્વ રહેલું છે. આ સંવાદ ટૂંકો હોવા છતાં વેધક છે. સ્થૂલિભદ્રની વાણીનું ઉદા. જોઈએ તો -
તું સાનિ કરઈ છિ ચાલારે, હું નહીં ચૂકું રે. મુનિ વાહલી લાગી છિ માલા રે, વરત ન મુકુરે. શશીહર જો અંગારે વરસે, તો સમુદ્ર મર્યાદા મૂકેરે. તો પણિ હું તારિ વસિ નાવું સુંદરી માનજે સાચું રે.
સાતમા સ્વાધ્યાયમાં કોણ્યા સ્થૂલિભદ્રને ઉપાલંભરૂપે જણાવે છે કે બાર બાર વરસ સુધી લાડ લડાવ્યાં શા માટે ? નાગર કોમને મહેણું મારતાં કોશ્યા કહે છે કે – નાગર સહિજઈ નિરર્દેયિહોવિ
મુંહથી બોલી મીઠુંરે. કાલજ માંહિથી કપટ ન ઊંડઈ
તે પ્રત્યક્ષ દીઠું રે. ૧. ઉપાલંભ = ઠપકો ૨. નિરદય = નિર્દય
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org