________________
સ્થૂલિભદ્ર નવરસો
જૈન સાહિત્યમાં વિષય વૈવિધ્ય અને કાવ્ય પ્રકારોમાં નેમનાથ ભગવાન અને સ્થૂલિભદ્ર મહામુનિનું સ્થાન પ્રથમ કક્ષાનું જણાય છે. સ્થૂલિભદ્ર વિશે વિવિધ કાવ્યરચનાઓ પ્રાપ્ત થાય છે. તેમાં ‘સ્થૂલિભદ્ર નવરસો’ની પ્રાપ્ત કૃતિઓમાં રસનિરૂપણની દૃષ્ટિએ કલાત્મક રચનાઓ થઈ છે. નવરસો કૃતિના આસ્વાદ માટે સ્થૂલિભદ્રનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે.
સ્થૂલિભદ્ર નંદરાજાના શકટાળ મંત્રીના મોટા પુત્ર હતા. યુવાવસ્થામાં કોશા ગણિકાના મોહમાં પડીને ભોગવિલાસમાં ઘણો સમય વીતાવ્યો હતો. ત્યાર પછી જીવનમાં વૈરાગ્યભાવના ઉદયથી સંભૂતિવિજય પાસે દીક્ષા અંગીકાર કરી હતી. સંયમજીવનમાં ભદ્રબાહુસ્વામી પાસે ૧૦ પૂર્વ સુધીનો અભ્યાસ કરીને જ્ઞાનોપાસનામાં વૃદ્ધિ કરી હતી.
સ્થૂલિભદ્રમુનિએ પૂર્વ જીવનની પરિચિત કોશા વેશ્યાને ત્યાં ગુરુની આજ્ઞાથી ચાતુર્માસ કર્યું હતું. કોશા વેશ્યાએ વિવિધ પ્રલોભનો દ્વારા સ્થૂલિભદ્રને પૂર્વે ભોગવિલાસમય જીવન જીવ્યા હતા તેમ જીવવા માટે પ્રયત્નો કર્યા હતા તેમ છતાં સ્થૂલિભદ્ર મુનિ સાધુ વ્રતમાંથી ચલિત થયા નહિ અને સંયમમાં જ નિમગ્ન રહ્યા.
સ્થૂલિભદ્ર નવરસો
Jain Education International
For Personal & Private Use Only
૭૫
www.jainelibrary.org