________________
બાર વરસના ભોગ વિલાસ પછી સ્થૂલિભદ્રને મંત્રી પદ સ્વીકારવા નંદ રાજા કહે છે ત્યારે રાજ ખટપટમાં જીવન વીતાવવા કરતાં આત્માના કલ્યાણનો માર્ગ શ્રેષ્ઠ ગણીને સંભૂતિમૂનિ આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા અંગીકાર કર્યા પછી જ્ઞાન-ધ્યાનજપમાં કાળ નિર્ગમન કરે છે. ત્યાર પછી ગુરુ આજ્ઞાથી કોશાને ત્યાં ચાતુર્માસ માટે જાય છે. સ્થૂલિભદ્ર મુનિ વેશે કોશાને ત્યાં આવ્યા એટલે કોશાનો હર્ષોલ્લાસ વધી ગયો અને વિચાર્યું કે મુનિજીવનથી કંટાળીને અહીં આવ્યા છે પણ કોશાની આ વિચારધારા નિષ્ફળ નિવડી. બાર વરસના ભોગ-વિલાસ પછીનો લાંબો કાળ કોશા માટે વિરહમાં ઝૂરવાનો હતો. આ સમયની કોશાની મનઃસ્થિતિનું કરૂણરસમાં આલેખન થયું છે. તેમાં પ્રકૃતિના ઉહાપન વિભાવ દ્વારા કોશાની વેદનાને વાચા આપવામાં આવી છે. સ્ત્રી સહજ વિલાપથી એનું હૈયું વેદનાથી ભરાયેલું છે તેને કવિએ ઉચિત શબ્દો અને પદાવલીઓ દ્વારા નિરૂપણ કર્યું છે. કવિએ બીજા ખંડના આરંભમાં વસ્તુ નિરૂપણનો ઉલ્લેખ કર્યો છે.
“કોશા વિરહ વખાણયુ, બીજઈ ખંડિ વિશુદ્ધિ” - સ્થૂલિભદ્રના વિરહનો આરંભમાં ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે - કોશાના વિરહની અભિવ્યક્તિનો પરિચય કરાવતી પંક્તિઓ નીચે પ્રમાણે છે.
(ગા. ૧૯, ૨૧, ૨૩, ૨૫, ૩૩ થી ૩૫) કરતઈ પેમુ સાંઈ હઈ સહિલા પાપી પછઈ પલતા દુહિલા સુખદુઃખ ઉન્હસ્ય જઉ નવી સહિઈ નેહ બદનામી કાહેતુ વહિઈ II૧લી તનકા ભેદ ન થા દિન એતા હમ તુમ્હ ખુસમરિતિકાન હતા અબ તુહે ખુસમ હમ તું જોઈ ક્યા અવતારિ ન બીહુ હુઈ રહ્યા
સ્થૂલભદ્ર ચંદ્રાયણિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org