________________
ભગવાનની ભક્તિનું સ્વરૂપ ઇચ્છાઓનું ક્ષીણ થવું અને તેને સંયમ થ તે વ્યવહાર સમ્યક ચારિત્ર છે, આત્મવીયની વિશાળ અને પ્રબળ પ્રગટતા થતાં ભક્ત જ્યારે તે જ પ્રેમ ગુફાની વધુને વધુ ઊંડાણમાં ઉતરે છે, ત્યારે તેને પવિત્ર અને નિર્મળ આત્મા પિતાના સસ્વરૂપના અનન્ય ચિંતન પ્રત્યે સહજ જ વળે છે અને ગુરૂ આજ્ઞાના આરાધનના ફળરૂપે તેમની કૃપાથી પિતાના શુદ્ધસ્વરૂપી ચૈતન્યાત્માને શુદ્ધ અનુભવ કરવા પરમ ભાગ્યવંત બને છે. આ નિશ્ચય સમ્યક ચારિત્ર છે, પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાની એકતારૂપ પરાભક્તિનું પૂર્ણપણે પ્રકાશવું છે, આત્માનું પરમાત્મારૂપ થવું છે, જ્યાં જ્ઞાન, ય અને જ્ઞાતા તથા ધ્યાન, ધ્યેય અને ધ્યાતા એકપણે પરિણમે છે, અને અંતમાં આત્મા પરમપદ કે કૈવલ્યપદને પ્રાપ્ત થઈ અનંત અવ્યાબાધ સુખસ્વરૂપ સ્થિતિમાં સર્વકાળને માટે રહે છે..
આથી સિદ્ધ થશે કે ભક્તિ એટલે પ્રેમ, શ્રદ્ધા અપણતા તથા શ્રી જિનદેવના સિદ્ધાંતમાં પ્રરૂપેલ સમ્યફ જ્ઞાનદર્શન–ચારિત્ર વચ્ચે કોઈ ભેદ નથી, વિષમતા નથી; શબ્દ જુદા જુદા પણ ભાવે એક સરખા સમાન છે.
આગળ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચને જણાવ્યાં તેમ “જ્ઞાની પુરૂષ અને પરમાત્મામાં અંતર જ નથી” અથવા શ્રી સદૂગુરૂ અને પરમાત્મામાં ભેદ નથી; અર્થાત જ્ઞાની પુરૂષ એટલે આત્મા, પરમાત્મા, ઈશ્વર. આથી તેમના પ્રત્યે પ્રેમ તે પરમાર્થે સ્વાત્મા પ્રત્યેને પ્રેમ છે તેમના પ્રત્યે શ્રદ્ધા તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org