________________
૭૬
ભક્તિમાર્ગનું રહસ્ય રહે તે તેના ફળરૂપે આનંદપ્રદ શૂન્યતા જન્મ પામે છે; આ અનુભવ અદ્ભુતતા સર્જવા સમર્થ થાય છે, એટલે કઈ અતિ શુભ, સુભગ અને ધન્ય પળે સ્વાત્માનુભૂતિ અર્થાત્ નિશ્ચય સમક્તિ અથવા સમ્યફદર્શન થાય છે. ત્યારે આ સમ્યક દર્શનના પ્રભાવથી વ્યવહારથી ગણાતું સમ્યકજ્ઞાન નિશ્ચય સમ્યફજ્ઞાન થઈ જાય છે. બંનેની નિશ્ચયથી ઉત્પત્તિ એક જ સમયે છે આમ પ્રેમ અને શ્રદ્ધા સમ્યફ જ્ઞાન-દર્શનની સાથે સંબંધિત છે એટલે તેમની વચ્ચે સામ્યતા છે એ આથી સ્પષ્ટ સમજાશે.
હવે સમજવાનું રહ્યું તે ભક્તિમાં સમાવેશ પામતે ત્રીજો ભાવ અર્પણતા છે. સત્યરૂષમાં પ્રેમ અને શ્રદ્ધા ઊપજી 'વિકસ્યાં પછી તેમના પ્રત્યે ભક્તને અર્પણ ભાવ જન્મ લે છે, જે કંઇ પોતાનું માનવામાં આવતું હતું, તે સર્વસ્વ શ્રી ગુરૂદેવના પવિત્ર મેળામાં સમર્પણ કરવાનું આત્મભાવે થતું કાર્ય શરૂ થઈ પૂર્ણતા તરફ જાય છે. " જેમ જેમ પુરૂષ પ્રત્યેના ભક્તના ભાવે પ્રેમ અને શ્રદ્ધારૂપી ગુફાની ઊંડાણમાં જાય છે અને અર્પણતાને પ્રકાશ તેને અજવાળી સહાયભૂત થાય છે, તેમ તેમ તે બંને ગુણેની વિશુદ્ધતા વધે છે, દેનું જવું અને ગુણેનું પ્રગટવું થાય છે, સૂકમ દે દેખાવા શરૂ થાય છે, તેના ક્ષય માટે પુરૂષાર્થ ગુરૂ આજ્ઞામાં રહી થાય છે અને વૃત્તિઓ ક્ષીણ થતી જાય છે. આ પ્રમાણે રાગદ્વેષને પરિણામોનું મંદ થવું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org