________________
શક્તિમાગ નું રહસ્ય
66
પૂર્વે થઈ ગયેલા માટા પુરૂષનું ચિંતન કલ્યાણુકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હાઈ શકતુ નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યે પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જાગતું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેાક્ષ હેાય છે. કારણ કે મૂર્તિમાન મેાક્ષ તે સત્પુરૂષ છે. મેાક્ષે ગયા છે એવા (અદ્વૈતાર્દિક) પુરૂષનુ ચિ ંતન ઘણા કાળે ભાવાનુસાર મેાક્ષાદિક ફળદાતા હાય છે. સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરૂષને નિશ્ચય થયે અને જોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે.’ (પત્રક ૨૪૯) “ પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવુ' (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એજ લય રહેવી તે પરાભક્તિ છે. પરમ મહાત્મ્યા ગેાપાંગનાએ મહાત્મા વાસુદેવની શક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરજન અને નિર્દેહરૂપે ચિતવ્યે એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માના સાક્ષાત્કાર થયા છે, એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરૂષનાં સ ચરિત્રમાં ઐકચભાવના લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનેા ઐકયભાવ હાય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાનીપુરૂષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કાઈ અંતર માને છે, તેને માની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તેા પરમાત્મા જ છે અને તેની ઓળખાણુ વિના પુરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સવ પ્રકારે ભક્તિ
૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org