________________
૭,
ભગવાનની ભક્તિનું સ્વરૂપ કરવા ગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિ-જ્ઞાનીરૂપ પરમાત્માનીને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એ શાસ્ત્ર લક્ષ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરૂષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ ગીતામાં ઘણું ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ પ્રશં છે, અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમે અરિહંતાણું” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરૂષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” (પત્રાંક ૨૨૩)
–શ્રીમદ્ રાજચંદ્ર જે શ્રી જિનદેવની અને તેમનાં વચનેની શ્રદ્ધાયુક્ત ભક્તિથી શમ, સંવેગ, સરળતા, નમ્રતાદિ ગુણે પ્રગટાવી આત્મજ્ઞાનની પ્રાપ્તિને સાચો જિજ્ઞાસુ થયું છે, તેને ઉપરનાં વચનેને ગંભીર, કલ્યાણકારક આશય યથાર્થતાએ લક્ષગત થઈ સમજાય છે. તેના આત્મામાં જ્ઞાની પુરૂષના પરમપકારી સમાગમગની તીવેચ્છા રહ્યા કરે છે, અને તેની ઝંખના અને લય પ્રબળતાએ પહોંચે છે ત્યારે પૂર્વના પરમાથે પુણ્યને ઉદય સંપ્રાપ્ત થતાં કોઈ ધન્ય કાળે અને ધન્ય ક્ષેત્રે પિતાના પૂર્વના શુભ અણાનુબંધી જ્ઞાની પુરૂષ કે સત્યરૂષના સમાગમને સુગ થાય છે. તે જીવ તે પુરૂષને ગુણ લક્ષણથી ઓળખી લે છે, તેમના પવિત્ર ચરણકમળને આશ્રય સ્વીકારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org