________________
૬૯
ભગવાનની ભક્તિનું સ્વરૂપ ઈચ્છાની સંપણી. અપશુતા એટલે મન, વચન, કાયા અને તેમની પ્રવૃત્તિઓ પરત્વે અહંતા મમતાને ત્યાગ. અર્પણતા એટલે પિતાના બાહ્ય સ્વરૂપી વ્યક્તિત્વને હૂાસ.
આ રીતે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા એ ત્રણની ત્રિપુટી એટલે ભક્તિ, એ ત્રણની એક્તા એટલે ભક્તિ અને પરમાર્થે એ ત્રણ શુદ્ધ ગુણેને ત્રિવેણી સંગમ એટલે અગમ અને અગેચર એવા સનાતન સત્યસ્વરૂપને, દિવ્ય જ્યોતિથી સદા પ્રકાશિત અલૌકિક પદાર્થને અનુભવ, આ પરથી ભક્તિ એ મોક્ષને હેતુ છે એ પણ સ્પષ્ટ થશે.
અધ્યાત્મ પ્રેમીની પ્રાથમિક ભૂમિકામાં તે ભક્તિ એટલે પ્રેમ-શ્રદ્ધા–અર્પણતા શ્રી જિનેશ્વર ભગવત પ્રત્યે કરવાના હોય છે અને જે વિશુદ્ધ ભાવે કરવાથી ગ્યતા આપે છે. સાચા મુમુક્ષુએ આ નીચેનાં વચને દઢતાપૂર્વક વિચારી અવધારવા યોગ્ય છે.
“પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જે કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવને દેવ જાય નહીં એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દેષને જણાવી કઢાવી શકે. જેમ ઘરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીને કળશે અત્રે હેય તે તેથી તૃષા છીએ.”
(પત્રાંક ૪૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org